નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં મત ગણતરીના (Counting of votes in five states) વલણોથી ઉત્સાહિત, ભારતીય જનતા પાર્ટી (BJP) ગુરુવારે સાંજે તેની સર્વોચ્ચ નીતિ-નિર્માણ સંસ્થા, સંસદીય બોર્ડની બેઠક (BJP parliamentary board meeting) બોલાવી શકે છે. વલણો અનુસાર, BJP ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહી હોય તેવું લાગે છે, જ્યારે તે મણિપુર અને ગોવામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવવાની તૈયારીમાં છે. પંજાબમાં દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટીની સરકાર બનવાની તમામ શક્યતાઓ છે.
બીજેપી સંસદીય બોર્ડની આજે સાંજે બેઠક થઈ શકે છે, વડાપ્રધાન મોદી રહેશે હાજર - પાંચ રાજ્યોમાં મત ગણતરી
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની(Assembly elections in five states 2022) મત ગણતરીના વલણોને જોતા આજે સાંજે બીજેપી સંસદીય બોર્ડની બેઠક (BJP parliamentary board meeting) બોલાવવામાં આવી શકે છે. સાથે જ પીએમ નરેન્દ્ર મોદી BJP હેડક્વાર્ટરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી શકે છે.( Pm Narendra Modi may address party workers at the BJP headquarters)
બીજેપી સંસદીય બોર્ડની આજે સાંજે બેઠક થઈ શકે છે
નરેન્દ્ર મોદી સાંજે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરે તેવી શક્યતા
સૂત્રોએ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ભાજપના મુખ્ય કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદીય બોર્ડની બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી આપશે.
આ પણ વાંચો:UP Election Results 2022 : 'બુલડોઝર બાબા' પહોંચ્યા ભાજપ કાર્યાલય, જીતની ઉજવણીમાં ડૂબ્યા કાર્યકરો