- પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીનું તાલિબાનને લઈને નિવેદન
- જમ્મુ -કાશ્મીરને ફરીથી વિશેષ દરજ્જો આપવો જોઈએ : મુફ્તી
- જો 1947માં ભાજપ સત્તા પર હોત તો કાશ્મીર ભારતમાં ન હોત : મુફ્તી
જમ્મુ-કાશ્મીર :પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ શનિવારે તાલિબાનના બહાને કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. તેમણે કેન્દ્ર સરકારને જમ્મુ -કાશ્મીરના લોકો સાથે વાતચીત શરૂ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, "જમ્મુ -કાશ્મીરને ફરીથી વિશેષ દરજ્જો આપવો જોઈએ. મુફ્તીએ કહ્યું કે, તાલિબાને અમેરિકાને ભાગી જવાની ફરજ પાડી છે. અમારી ધીરજની કસોટી ન કરો. જે દિવસે ધીરજની કસોટી તૂટી જશે, તમે પણ ત્યાં નહીં રહો. તમે અદૃશ્ય થઈ જશો" મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, જો કેન્દ્ર સરકાર જમ્મુ -કાશ્મીરમાં શાંતિ સુનિશ્ચિત કરવા માંગે છે, તો તેમણે કલમ 370 ને પુન:સ્થાપિત કરવી પડશે અને કાશ્મીરના મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલવા પડશે.
આ પણ વાંચો:જાણો અફઘાનિસ્તાનમાં અમેરિકાએ શું ગુમાવ્યું?
'તાલિબાને અમેરિકાને ભાગી જવાની ફરજ પાડી'
કુલગામમાં સભાને સંબોધતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, તાલિબાનીઓએ અમેરિકાને અફઘાનિસ્તાનમાંથી ભાગી જવાની ફરજ પાડી છે, પરંતુ આખું વિશ્વ તાલિબાનનું વર્તન જોઈ રહ્યું છે. હું તાલિબાનને અપીલ કરું છું કે, એવું કંઈ ન કરો કે જેનાથી દુનિયા તેમની વિરુદ્ધ થઈ શકે. તાલિબાનમાં બંદૂકોની ભૂમિકા સમાપ્ત થઈ ગઈ છે અને વિશ્વ સમુદાય જોઈ રહ્યું છે કે તેઓ લોકો સાથે કેવું વર્તન કરશે.
નહેરુનું જમ્મુ-કાશ્મીરના નેતૃત્વમાં વચન