- પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી થઈ હતી હિંસા
- રાજ્યપાલ દ્વારા મુખ્યપ્રધાનને લખેલા પત્ર પર પ્રતિક્રિયા આપી
- તમામ આરોપો વાસ્તવિક તથ્યોને અનુરૂપ નથીઃ રાજ્ય સરકાર
કોલકાતાઃ રાજ્યના ગૃહ વિભાગે એક પછી એક અનેક ટ્વિટ કર્યા અને રાજ્યપાલ દ્વારા પત્રને સોશિયલ મીડિયા પર શેર કરવા અંગેના પગલાની ટીકા કરી હતી. તેને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. ગૃહ વિભાગે ટ્વિટ કરી કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળ સરકારે નિરાશા સાથે એ જાણ્યું કે, બંગાળના રાજ્યપાલે તેમના દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનને લખેલા પત્રને અચાનક સાર્વજનિક કર્યો અને પત્રની સામગ્રી વાસ્તવિક તથ્યોને અનુરૂપ નથી. સંચારનો આ વિકલ્પ તમામ નિયમોનું ઉલ્લંઘન છે.
આ પણ વાંચો-જામનગરમાં ભાજપે બંગાળ હિંસાના વિરોધમાં યોજ્યા પ્રતીક ધરણા
ગૃહ વિભાગે તમામ આરોપોને નકાર્યા
આ પહેલા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે મંગળવારે મુખ્યપ્રધાન મમતા બેનરજીને એક પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે, તે રાજ્યમાં ચૂંટણી પછી થયેલી હિંસા પર ચૂપ છે અને તેમણે પીડિત લોકોના પુનર્વાસ અને વળતર માટે કોઈ પગલા નથી ઉઠાવ્યા. આરોપોને નકારતા ગૃહ વિભાગે કહ્યું હતું કે, ચૂંટણી પછી હિંસા દરમિયાન રાજ્યની કાયદા-વ્યવસ્થાની દોરી ચૂંટણી આયોગના હાથમાં હતી. વિભાગે કહ્યું હતું કે, શપથ ગ્રહણ પછી રાજ્ય મંત્રી મંડળે પગલા ઉઠાવતા શાંતિ રાખવા અને કાયદા વિરોધી તત્વો પર નિયંત્રણ કર્યું હતું.
આ પણ વાંચો-બંગાળમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હિંસાનો ભોગ બનેલા ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે
રાજ્યપાલે મુખ્યપ્રધાન સાથે વાતચીત કરવાનો આગ્રહ કર્યો હતો
રાજ્યપાલે ચાર દિવસીય યાત્રા પર દિલ્હી રવાના થતા પહેલા પત્ર લખીને મુખ્યપ્રધાન દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દા પર ઝડપથી વાતચીત કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે મમતા બેનરજીને લખેલા પત્રમાં કહ્યું હતું કે, હું ચૂંટણી પછી બદલો રક્તસ્ત્રાવ, માનવાધિકારોના હનન, મહિલાઓની ગરિમા પર હુમલો, સંપત્તિનું નુકસાન, રાજકીય વિરોધીઓની પીડા પર તમારી સતત ચૂપ્પી અને નિષ્ક્રિયતાને લઈને હું વિવશ છું.