ગુજરાત

gujarat

ETV Bharat / bharat

EXPLAINER: તેજસ્વી Vs તેજસ્વી, સંઘર્ષ નથી નવો, વિરાસતની સંઘર્ષમાં આ ભાઇઓ આવ્યા છે સામે - લાલુ યાદવ

બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના ઉત્તરાધિકારી અંગે લાલુ પ્રસાદ યાદવના બે દિકરાઓ તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ સામ સામે આવી ગયાં છે. વિરાસતની આવી જંગ ફ્ક્ત બિહારમાં જ થઇ છે તેવું નથી ભારતના ઘણા રાજકિય પરિવારોમાં ઉત્તરાધિકારી અંગે સંઘર્ષ થયો છે. જાણો ભારતીય ઇતિહાસમાં કયા પરિવારમાં થયો છે આવો સત્તાવિગ્રહ અને શું આવ્યું છે તેનું પરીણામ.

the-battle-for-supremacy-between-lalu-yad
the-battle-for-supremacy-between-lalu-yad

By

Published : Aug 20, 2021, 10:13 PM IST

ન્યૂઝ ડેસ્ક: બિહારના રાજકારણમાં અત્યારે બે ભાઇઓ ચર્ચામાં છે અને તે છે લાલુ યાદવ અને રાબડી દેવીના બે દિકરા તેજપ્રતાપ યાદવ અને તેજસ્વી યાદવ અને આ ચર્ચાનું કારણ છે પિતાની રાજનિતીક વિરાસત. આજ કારણે RJD બે જૂથમાં વેચાઇ ગયું છે. બન્ને ભાઇઓ RJDના ધારાસભ્ય છે અને નીતિશ સરકારમાં પ્રધાન પદ મેળવી ચુક્યા છે. તેજસ્વી યાદવ ઉપમુખ્યપ્રધાન રહી ચુક્યો છે અને 2020ની વિધાનસભાની ચૂંટણીમાં આરજેડીને 75 સીટ અપાવીને બિહારની રાજનીતિમાં પોતાની ખાસ જગ્યા બનાવી ચુક્યો છે

બિહારમાં વિરાસતનો ઘમાસાન

જ્યારથી લાલૂ પ્રસાદ યાદવ જેલમાંથી મુક્ત થઇને પટના પાછા આવ્યા છે ત્યારથી બિહારના રાજકારણમાં ગરમાવો આવી ચુક્યો છે. જો તે ગરમી તેમનો જ પક્ષ અનુભવી રહ્યો છે. આ વખતે વિરાસત મેળવવાનો આ જંગ વિદ્યાર્થી રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષને હટાવ્યા પછી શરૂ થયો છે. RJD પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે તેજપ્રતાપના નજીકના ગણાતા આકાશ યાદવને સ્ટૂડન્ટ વિંગના પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવ્યો અને તેની જગ્યાએ ગગન કુમારને આ જવાબદારી સોંપવામાં આવી. તેજપ્રતાપના સમર્થકોમાં એ ચર્ચા છે કે તેજસ્વી યાદવના ઇશારે આ કરવામાં આવ્યું છે. બન્ને ભાઇઓ વચ્ચેની પોસ્ટર વૉરે પણ આ મતભેદોના સમાચારને હવા આપી છે. પહેલા તેજ પ્રતાપ યાદવ તરફથી લગાવવામાં આવેલા પોસ્ટરમાં તેજસ્વી યાદવની બાદબાકી કરવામાં આવી હતી બાદમાં તેજસ્વી સમર્થક જૂથમાંથી પણ આવ્યું જ કરવામાં આવ્યું હતું.

શું લાલૂ યાદવ ઇચ્છે છે કે તેમનો ઉત્તરાધિકારી નક્કી થઇ જાય

સત્તાની આ ખેંચતાણ વચ્ચે લાલૂ પ્રસાદ યાદવ શાંત દેખાઇ રહ્યાં છે. પક્ષના મોટા માથાઓ જે તેજસ્વીને જ લાલૂ પ્રસાદ યાદવનો ઉત્તરાધિકારી માને છે અને કદાચ લાલૂ પોતે પણ તેજસ્વીને જ પોતાની વિરાસત આપવા ઇચ્છે છે તેજસ્વીના વખાણ કરીને તેઓ પોતાની ઇચ્છા આડકતરી રીતે જાહેર પણ કરી ચુક્યા છે. જો કે ભવિષ્યમાં તેજસ્વીને પોતાના ઘરમાંથી જ સ્પર્ધા મળી શકે છે. આથી લાલૂ પણ તેજસ્વીને તક આપી રહ્યાં છે. તેઓ અત્યારે ચાલી રહેલા વિવાદનો અંત આણવા માટે એક નિવેદન અને આદેશ આપે તેવી શક્યતા છે

પક્ષમાં વધારે પાવર સેન્ટર્સ હોવાથી થાય છે વિવાદ

રાજનીતિક પંડિતો માને છે કે જ્યારે લોકતંત્રમાં એક નેતા અથવા પરિવાર આધારિત રાજનીતિક દળમાં વિખવાદ જોવા મળે છે. આ વિવાદમાં છેલ્લો નિર્ણય તેમનો માન્ય રહે છે જેમની વિરાસત હોય. જનતા પણ આ નિર્ણયના આધારે જ નવા નેતામાં વિશ્વાસ મુકે છે. હરિયાણામાં ચૌધરી દેવી લાલે ઔમ પ્રકાશ ચૌટાલાને, મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ બાલઠાકરેએ ઉદ્ધવ ઠાકરે અને તમિલનાડુમાં કરુણાનિધીએ પોતાના 6 બાળકોમાંથી સ્ટાલિનને ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો.

તમિલનાડુમાં ડીએમકે હવે સ્ટાલિનના કબ્જામાં છે

તમિલનાડુમાં અલાગિરી અને સ્ટાલિન વચ્ચે થયો થયો સંઘર્ષ

2014 પછી ડીએમકેમાં સત્તા સંઘર્ષ શરૂ થયો હતો. કરૂણાનીધીના બે દિકરા એમ કે અલાગિરી અને એમ કે સ્ટાલિન રાજનીતિમાં સક્રિય હતા. તેમની દિકરી કનીમોઝી પણ રાજકારણમાં સક્રિય હતી પણ જ્યારે વારસદાર જાહેર કરવાની વાત આવી ત્યારે કરુણાનીધિએ 2016માં સ્ટાલિનને પક્ષનો કાર્યકારી અધ્યક્ષ જાહેર કર્યો. અલાગિરીએ વિરોધ દર્શાવ્યો તો 2018માં તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા. 2021ના વિધાનસભાની ચૂંટણીમાં સ્ટાલિનને બહુમત મળ્યું અને તે મુખ્યપ્રધાન પણ બન્યા. રાજનીતિક પંડિતોનું માનવું છે કે સ્ટાલિન કોઇ પણ જગ્યાએ લોકોને મળે છે જેના કારણે તેમને લોકોને પ્રેમ સાંપડ્યો અને તે લોકપ્રિય બન્યા જ્યારે અલાગિરી રાજકારણમાં એકલા પડ્યા છે.

હરિયાણામાં : પહેલા દેવીલાલ અને પછી ઓમપ્રકાશ ચૌટાલાની વિરાસત પર થયો સંઘર્ષ

હરિયાણામાં દેવીલાલ એક શક્તિશાળી નેતા હતા. તેમણે કોંગ્રેસ, લોકદળ, જનતા દળ દ્વારા ખેડૂત નેતાની છબી ઉભી કરી. વિશ્વનાથ પ્રતાપ સિંહ સાથે મતભેદ બાદ તેઓએ ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ની રચના કરી હતી. આ સંપૂર્ણપણે દેવીલાલ અને તેમના પરિવારની પાર્ટી હતી. ચૌધરી દેવીલાલના ત્રણ પુત્રો છે. રણજીત સિંહ ચૌટાલા, ઓમપ્રકાશ ચૌટાલા અને જગદીશચંદ્ર ચૌટાલા. દેવીલાલે ઓમપ્રકાશ ચૌટાલાને મુખ્યમંત્રી બનાવીને તેમના અનુગામી જાહેર કર્યા. બાદમાં રણજીત સિંહ કોંગ્રેસમાં જોડાયા અને જગદીશ ચંદ્ર ભાજપમાં જોડાયા.

ઓપી ચૌટાલાની ઉત્તરાધિકારની લડાઈમાં INLD સંકોચાઇ

ઈન્ડિયન નેશનલ લોકદળની અગ્નિપરીક્ષા ત્યારે શરૂ થઈ જ્યારે શિક્ષક ભરતી કેસમાં ઓમપ્રકાશ ચૌટાલાને દોષિત ઠેરવવામાં આવ્યા. 2014ની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તેમના બે પુત્ર અજય ચૌટાલા અને અભય ચૌટાલા વચ્ચે મતભેદ હતો. દેવીલાલની વારસો પડાવી લેવાની લડાઈ રસ્તા પર આવી. બે ભાઈઓ અને તેમના પુત્રો વચ્ચે શબ્દોનું યુદ્ધ પણ થયું હતું. 2018માં, ઓમપ્રકાશ ચૌટાલા તેમના નાના પુત્ર અભય ચૌટાલા સાથે ઉભા હતા. તેમણે અજય સિંહ ચૌટાલા અને તેમના પુત્રો દુષ્યંત અને દિગ્વિજયને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતાં. 17 નવેમ્બર 2018ના રોજ, અજય ચૌટાલાએ જીંદમાં રેલી કરીને જનનાયક જનતા પાર્ટીની રચનાની જાહેરાત કરી અત્યારે દુષ્યંતની જેજેપી હરિયાણામાં ભાજપ સાથે સરકારમાં છે.

ABOUT THE AUTHOR

...view details