નવી દિલ્હી ખાતે 68મો રેલવે સપ્તાહ સમારોહ અતિ વિશિષ્ઠ રેલ સેવા પુરસ્કાર યોજાયો હતો. જેમાં પશ્ચિમ રેલવેએ પાંચ શીલ્ડ અને સાત વ્યક્તિગત પુરસ્કાર જીત્યા હતા. પશ્ચિમ રેલવેના સાત અધિકારીઓને વર્ષ 2022-23 દરમિયાન તેમની પ્રશંસનીય કામગીરી માટે વ્યક્તિગત "અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર" પ્રાપ્ત થયા હતા. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
પશ્ચિમ રેલવેએ વેચાણ પ્રબંધન, રેલ સહાય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રતિષ્ઠિત અતિ વિશિષ્ઠ રેલ સેવા પુરસ્કાર શિલ્ડ પ્રાપ્ત કર્યા. પશ્ચિમ રેલવેએ ટ્રાફિક ટ્રાન્સપોર્ટેશન શીલ્ડ (દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે સાથે સંયુક્ત રીતે), લેવલ ક્રોસિંગ અને રોડ ઓવર/અંડર બ્રિજ સેફ્ટી વર્ક્સ શીલ્ડ (પૂર્વ મધ્ય રેલવે સાથે સંયુક્ત રીતે) અને સ્ટોર શીલ્ડ (મધ્ય રેલવે સાથે સંયુક્ત રીતે) પણ મેળવ્યા છે.
કોને મળ્યું સન્માન:
(1) શ્રી યોગેશ કુમાર - ડેપ્યુટી ચીફ એન્જિનિયર
(2) શ્રી અનંત કુમાર - ડેપ્યુટી ચીફ એન્જિનિયર