ગુજરાત

gujarat

ETV Bharat / bharat

GST પરિષદની 43મી બેઠક 28 મે ના રોજ ઓનલાઈન યોજાશે

દેશના નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે 28 મેએ 43મી GST પરિષદની બેઠક બોલાવી છે. આ બેઠકમાં તેમની સાથે નાણાં રાજ્યપ્રધાન અનુરાગસિંહ ઠાકુર પણ ઉપસ્થિત રહેશે.

By

Published : May 15, 2021, 3:23 PM IST

GST પરિષદની 43મી બેઠક 28મેએ ઓનલાઈન યોજાશે
GST પરિષદની 43મી બેઠક 28મેએ ઓનલાઈન યોજાશે

  • વીડિયો કોન્ફરન્સથી 28મેએ GST બેઠકનું આયોજન
  • બેઠકમાં નાણા રાજ્યપ્રધાન અનુરાગસિંહ ઠાકુર પણ જોડાશે
  • તમામ રાજ્યોના નાણાપ્રધાન બેઠકમાં ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ દેશના નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ 28મેએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 28મેએ GST બેઠકને સંબોધશે. તેમના કાર્યાલયે ટ્વિટર પર આ અંગેની માહિતી આપી હતી. આ બેઠકમાં તેમની સાથે નાણા રાજ્યપ્રધાન અનુરાગસિંહ ઠાકુર પણ હશે.

આ પણ વાંચોઃભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી પાટા પર આવી રહી છેઃ કેન્દ્રીય નાણા રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુર

28મેએ સવારે 11 વાગ્યે ઓનલાઈન બેઠક યોજાશે

આ અંગે મળતી માહિતી અનુસાર, નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ 28 મેએ સવારે 11 વાગ્યે 43મી GST પરિષદની બેઠક યોજશે. આ બેઠકમાં તેમની સાથે નાણાં રાજ્યપ્રધાન સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાપ્રધાન તેમ જ વરિષ્ઠ સરકારી અધિકારી ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચોઃબારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા GST પત્રકો ભરવાની મુદત લંબાવવા માગ કરાઈ

પશ્ચિમ બંગાળના નાણાપ્રધાને GST બેઠક બોલાવવા આગ્રહ કર્યો હતો

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પશ્ચિમ બંગાળના નાણાપ્રધાન અમિત મિત્રાએ બુધવારે કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ સાથે રાજ્યોમાં અછતના સંદર્ભમાં ઉલ્લેખનીય અછત અંગે ચર્ચા માટે GST પરિષદની ઓનલાઈન બેઠક બોલાવવા આગ્રહ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details