ન્યૂઝ ડેસઃલોકોને વજન (Weight Loss Protein Diet) ઘટાડવા માટે વારંવાર ડાઈટિંગ કરતા જોયા હશે. બોડીની સાથે ફૂડની કેર કરવાથી આપણે વજન પણ ઘટાડીએ છીએ. પરંતુ ઘણા લોકો એવા હોય છે જે ડાઈટિંગ કરતી વખતે યોગ્ય રીતે ખોરાક લેતા નથી. ડાઈટિંગ કરતી વખતે પણ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, જે પણ ખાઓ છો, તે ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં પ્રોટીન, મિનરલ્સ મળે છે. હેલ્ધી અને વેઈટલોસ ડાયેટને ધ્યાનમાં રાખીને પ્રોટીનથી ભરપૂર (Chicken Salad Recipe) ચિકન સલાડની (Thai Chicken Salad) રેસિપી લઈને આવ્યા છીએ. જેને બનાવવી ખૂબ જ સરળ છે. જે સરળતાથી બની પણ જશે અને હેલ્થ પણ જળવાઈ રહેશે. ખાસ વાત એ છે આ રેસિપીથી વજનમાં પણ કોઈ પ્રકારે વધારો નહીં થાય.
ચિકન સલાડ રેસીપીઃ વધતા વજનને કારણે (Chicken Salad Recipe) લોકો વિવિધ પ્રકારની એક્સરસાઇઝ અને ડાઈટિંગ કરે છે. જો વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખો. આ ડીશ નાસ્તામાં અથવા લંચ દરમિયાન ખાઈ શકો છો. તે પ્રોટીનથી ભરપુર છે, ખૂબ ઓછી ચરબી ધરાવે છે. એટલું જ નહીં તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે.