મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે એકનાથ શિંદેને 'શિવસેના નેતા' પદ પરથી હટાવ્યા છે. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે, જ્યારે શિંદેએ 10 દિવસ પહેલા ઠાકરે વિરુદ્ધ બળવો (maharashtra legislative assembly rule) કર્યો હતો. જેના કારણે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA) સરકાર પડી. એક દિવસ અગાઉ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન (Maharashtra assembly session 2022) તરીકે શપથ લેનારા શિંદેને લખેલા પત્રમાં (Thackeray removes Eknath Shinde as Shiv Sena leader) ઠાકરેએ તેમના પર "પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ" હોવાનો આરોપ મૂક્યો હતો.
આ પણ વાંચો:ટોયલેટ એક શિક્ષણ શાળા: UPSCના વિદ્યાર્થીઓ ગરીબ બાળકો માટે બન્યા મસીહા
શિંદેએ 'સ્વેચ્છાએ' પાર્ટીની સદસ્યતા છોડી: પત્રમાં કહેવામાં આવ્યું છે (Maharashtra assembly session 2022 schedule) કે, શિંદેએ 'સ્વેચ્છાએ' પાર્ટીની સદસ્યતા છોડી દીધી છે, તેથી શિવસેના પાર્ટી અધ્યક્ષ તરીકે મને મળેલી સત્તાનો ઉપયોગ કરીને હું તમને પાર્ટી સંગઠનમાં શિવસેનાના નેતાના પદ પરથી હટાવી દઉં છું. આ પત્ર 30 જૂનનો છે, જે દિવસે શિંદેએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સમર્થનથી મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.