શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર પોલીસના એક પોલીસ સબ ઈન્સ્પેક્ટરનો મૃતદેહ ડાંગરના ખેતરમાં પડેલો મળી આવ્યો (Terrorists kill sub inspector in Pulwama) હતો. માનવામાં આવી રહ્યું છે કે, આતંકીઓએ આ ઘટનાને અંજામ આપ્યો (terrorists killed Jammu and Kashmir Police SI) છે. મૃતદેહ જોયા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, SIનું અપહરણ કરીને સમસાન જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ ગોળી મારીને મૃતદેહને ફેંકી દેવામાં આવી હતી. હાલ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આ પણ વાંચો :Gujarat ATS Operation: PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલાં ATSએ 5 લોકોની કરી અટકાયત