ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બડગામમાં 2 પરપ્રાંતિય મજૂરો પર આતંકી હુમલો, એકનું મોત - આતંકવાદીઓએ ગોળીબાર કર્યો

મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં (Terrorist Attack In Budgam) આતંકવાદીઓએ 2 પરપ્રાંતિય મજૂરો પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં 1 મજૂરનું મોત થયું છે. એક દિવસમાં આ બીજી ઘટના છે.

બડગામમાં 2 પરપ્રાંતિય મજૂરો પર આતંકી હુમલો, એકનું મોત
બડગામમાં 2 પરપ્રાંતિય મજૂરો પર આતંકી હુમલો, એકનું મોત

By

Published : Jun 3, 2022, 6:42 AM IST

શ્રીનગર:આતંકવાદીઓએ ગુરુવારે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના (Terrorist Attack In Budgam) ચદૂરા વિસ્તારના મગરેપોરામાં 2 પરપ્રાંતિય મજૂરો પર હુમલો કર્યો હતો. એક દિવસમાં આ બીજી ઘટના છે. 2 મજૂરોમાંથી એકનું મોત થયું છે, જ્યારે અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.

આ પણ વાંચો:bhajan sopori passes away: પ્રખ્યાત સંતૂર વાદક ભજન સોપોરીનું નિધન, ગુરુગ્રામમાં સારવાર ચાલી રહી હતી

2 લોકોમાંથી એકનું મોત :એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ સાંજે મગરેપોરામાં 2 બિન-સ્થાનિકો પર ગોળીબાર કર્યો હતો. બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જેમાં 2 લોકોમાંથી એકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત છે. હુમલા બાદ તરત જ હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.

બેંક મેનેજરની ગોળી મારીને હત્યા : ગુરુવારે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં શંકાસ્પદ આતંકવાદીઓએ રાજસ્થાનના એક બેંક મેનેજરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ ​​સવારે જિલ્લાના આરેહ વિસ્તારમાં કુલગામની શાખા ઈલાકાહી દેહાતી બેંકના બેંક મેનેજર વિજય કુમાર પર ગોળીબાર કર્યો હતો. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, કુલગામ જિલ્લા હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું હતું કે, વિજય કુમારને હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો. હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના જજે બીજી વખત આદિવાસી પરંપરા સાથે ફેરા ફર્યા, આવું શા માટે કર્યું જુઓ વીડિયો

એક સપ્તાહમાં નાગરિકો પર હુમલાનો આ બીજો કિસ્સો :રાજ્યની બહાર રહેતા લોકોને ફરીથી નિશાન બનાવવામાં આવ્યા છે. આતંકવાદીઓની ગોળીઓનું નિશાન બનેલો વિજય કુમાર રાજસ્થાનના હનુમાનગઢનો રહેવાસી હતો. તેના તાજેતરમાં લગ્ન થયા છે. એક સપ્તાહમાં નાગરિકો પર હુમલાનો આ બીજો કિસ્સો છે. આ પહેલા 31 મે 2022ના રોજ કુલગામના ગોપાલપોરા વિસ્તારમાં 36 વર્ષીય રજની નામની શિક્ષિકાને આતંકીઓએ શાળા પરિસરમાં ઘૂસીને ગોળી મારી દીધી હતી. તેણી સાંબા જિલ્લાની હતી, પરંતુ કુલગામની એક સરકારી શાળામાં પોસ્ટેડ હતી.

ABOUT THE AUTHOR

...view details