- અફઘાનિસ્તાનથી કાશ્મીરમાં આતંકવાદીઓ કરી શકે છે ઘૂસણખોરી
- ભારતીય સેના કોઈપણ પડકારને પહોંચી વળવા માટે તૈયાર
- આતંકવાદીઓ કાશ્મીરમાં નથી ઇચ્છતા શાંતિ
નવી દિલ્હી: થળ સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણે (Army Chief General Manoj Mukund Naravane)એ અફઘાનિસ્તાનમાં સ્થિતિ સ્થિર થવા પર અફઘાનિસ્તાન મૂળના વિદેશી આતંકવાદીઓ (Foreign terrorists of Afghan origin)ની જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir)માં ઘૂસણખોરી કરવાની શક્યતાથી શનિવારના ઇનકાર નથી કર્યો. તેમણે એ પ્રકારના ઉદાહરણો આપ્યા, જ્યારે તાલિબાન (Taliban) 2 દાયકા પહેલા કાબુલમાં સત્તામાં હતું.
આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા મજબૂત વ્યવસ્થા
તેમણે કહ્યું કે, ભારતીય સશસ્ત્ર દળો કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે, કેમકે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે તેમની પાસે એક મજબૂત ઘૂસણખોરી વિરોધી કવચ અને વ્યવસ્થા છે. 'ઇન્ડિયા ટૂડે કૉનક્લેવ'માં એ પૂછવા પર કે કાશ્મીરમાં નાગરિકોની તાજેતરની હત્યાઓ અને અફઘાનિસ્તાનમાં સત્તા પર તાલિબાનના કબજા કરવામાં કોઈ સંબંધ છે? જનરલ નરવણેએ કહ્યું કે, એ ન કહી શકાય કે આમાં કોઈ સંબંધ હતો.
સ્થિતિ સ્થિર થયા બાદ અફઘાનિસ્તાનથી કાશ્મીરમાં આવશે આતંકવાદીઓ
થળસેના પ્રમુખે કહ્યું કે, "પરંતુ આપણે એ કહી શકીએ છીએ અને ભૂતકાળથી શીખ લઇ શકીએ છીએ કે જ્યારે પહેલા તાલિબાન સત્તામાં હતું ત્યારે નિશ્ચિત રીતે જમ્મુ-કાશ્મીરમાં અફઘાન મૂળના વિદેશી આતંકવાદી હતા." તેમણે કહ્યું કે, "આ માટે એ માનવાના કારણો છે કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ સ્થિર થવા પર એ ચીજ એકવાર ફરી થઈ શકે છે, ત્યારે આપણે જમ્મુ-કાશ્મીરમાં અફઘાનિસ્તાનથી આ આતંકવાદીઓનું આવવાનું જોઇ શકીએ છીએ."
કોઈપણ પડકારને પહોંચી વળવા માટે ભારતીય સેના તૈયાર
તેમણે કહ્યું કે, "ભારતીય સશસ્ત્ર દળ આ પ્રકારના કોઈપણ પ્રયત્નોને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે." કાબુલમાં સત્તા પર તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનથી પાકિસ્તાન થઈને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના આવવાની શક્યતા અને લશ્કર-એ-તૈયબા તથા જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોની આતંકવાદી ગતિવિધિઓ વધવાને લઇને ભારતીય સુરક્ષા સંસ્થાઓમાં ચિંતાઓ વધતી જઈ રહી છે.