- કાશ્મીરમાં સુરક્ષા દળની બસ પર આતંકી હુમલો
- આતંકી હુમલામાં 2 પોલીસ જવાન શહીદ, 12 પોલીસકર્મીઓ ઘાયલ
- ASI અને એક સેકશન કોન્સ્ટેબલ પોલીસ જવાન શહીદ
શ્રીનગરઃ જેવાનમાં આતંકવાદીઓએ પોલીસ બસ પર ગોળીબાર (Terrorists Attack in Srinagar) કર્યો હતો. હુમલામાં 2 પોલીસ જવાન શહીદ, 12 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ માહિતી જમ્મુ-કાશ્મીરના પોલીસ અધિકારીએ આપી છે.
Terrorists Attack in Srinagar: કાશ્મીરમાં સુરક્ષા દળની બસ પર આતંકી હુમલામાં 2 પોલીસ જવાન શહીદ ASI અને એક સેકશન કોન્સ્ટેબલ પોલીસ જવાન શહીદ
શ્રીનગરના જેવાન વિસ્તારમાં સોમવારે થયેલા આતંકવાદી હુમલામાં 1 ASI અને એક સેકશન કોન્સ્ટેબલ પોલીસ જવાન શહીદ અને અન્ય પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "અજ્ઞાત આતંકવાદીઓએ પંથા ચોક-ખોનમોહ રોડ પર જેવાન વિસ્તારમાં ભારતીય રિઝર્વ પોલીસ (IRP)ની 9મી બટાલિયનના વાહન પર અંધાધૂંધ ગોળીબાર (Firing on 9th battalion vehicle) કર્યો હતો, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. " તેમણે કહ્યું, "તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે." તેમણે કહ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે વ્યાપક શોધ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:Kashi Vishwanath Corridor: કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન, PM મોદીએ કહ્યું- કાશી અવિનાશી છે
આ પણ વાંચો:ધારાસભ્ય આશા પટેલનો મૃતદેહ પંચ મહાભૂતમાં વિલીન, અનેક નેતાઓ રહ્યા ઉપસ્થિત