- સોપોર હુમલામાં લશ્કરના આતંકી શામેલ હોવાના સંકેત
- પ્રાથમિક તપાસમાં આતંકી મુદાસિર પંડિત તેમજ આતંકવાદી સંગઠનો શામેલ
- ગોળીબારી દરમિયાન ચાલી રહી હતી પરિષદ
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં આતંકવાદીઓએ બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલ (BDC)ના સભ્ય અને તેના અંગત સુરક્ષા કર્મચારીઓને ઠાર કર્યા છે. પોલીસે આ માહિતી આપી હતી.
સોપોર હુમલામાં લશ્કરના આતંકી શામેલ હોવાના સંકેત
આ સાથે જ પોલીસે સોપોરમાં થયેલા આતંકી હુમલા અંગે પણ ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં સ્થાનિક આતંકી મુદાસિર પંડિત તેમજ આતંકવાદી સંગઠનો લશ્કર અને વિદેશી આતંકવાદીઓ પણ આ હુમલામાં શામેલ હોવાના સંકેત આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સોમવારે બપોરે લગભગ 1.15 વાગ્યે અજાણ્યા બંદૂકધારીઓે સોપોર પાલિકા પરિસરમાં પ્રવેશ્યા હતા અને સ્વતંત્ર BDCના સભ્ય રિયાઝ અહેમદ અને તેના સુરક્ષાકર્મી શફકત અહમદને ગોળી મારી દીધી હતી.
આ પણ વાંચો: સોપોર હુમલામાં આગળ તપાસ ન કરવા માટે 4 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા
પ્રાથમિક તપાસમાં આતંકી મુદાસિર પંડિત તેમજ આતંકવાદી સંગઠનો શામેલ