શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે (સોમવાર) આતંકીઓએ પીડીપી નેતા પરવેઝ અહમદના ઘરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં પીડીપી નેતાના પીએસઓ કોન્સ્ટેબલ મંજૂર અહમદ ઇજાગ્રસ્ત થયા બાદ તેનું મોત થયું હતું.
પીડીપીના ખાનગી સુરક્ષા અધિકારીનું મોત

કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે, આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી અંધાધૂંધ ગોળીબારીમાં શ્રીનગરના નાટીપોરામાં એક પીડીપીના ખાનગી સુરક્ષા અધિકારી મંજૂર અહમદ ઇજાગ્રસ્ત થયા હતા. તેમણે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા, જે બાદ ત્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, આ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.