ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બારામુલા જિલ્લાના સોપોર ક્ષેત્રમાં આંતકવાદી હુમલો - જમ્મુ-કાશ્મીર

જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર ક્ષેત્રના નગર પાલિકા કાર્યાલચની બહાર આંતકવાદી હુમલામાં બ્લોક વિકાસ પરિષદના એક સદસ્ય અને તેમના અંગત સુરક્ષાકર્મીનુ મૃત્યુ થયું હતું અને અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થયો હતો.

kashmir
બારામુલા જિલ્લાના સોપોર ક્ષેત્રમાં આંતકવાદી હુમલો

By

Published : Mar 29, 2021, 6:12 PM IST

  • બારામુલાના સોપોરમાં આંતરવાદી હુમલો
  • એક અધિકારી સહિતસ સુરક્ષા ગાર્ડનું મૃત્યુ
  • હુમલાખોરોનું સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર ક્ષેત્રમાં સોમવારે નગર પાલિકા કાર્યાલયની બહાર થયેલા આંતકવાદી હુમલામાં બ્લોક વિકાશ પરીષદના એક સદસ્ય અને તેમના અંગત સુરક્ષાકર્મીનું મૃત્યુ થયું હતું અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો.

પોલીસે આપી જાણકારી

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આંતકવાદીઓએ સોપોરમાં નગર પાલિકાના કાર્યાલયની બહાર BDC સદસ્ય રિયાઝ અહમદ અને તેમના અંગત સુરક્ષાકર્મી શફાત અહમદ પર ગોળી ચલાવવામાં આવી હતી.

આ પણ વાંચો :શોપિયાં એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ

હુમલાખોરોનું સર્ચ ઓપરેશન શરૂં

તેમણે કહ્યું કે રિયાઝ અને શફાકની ઘટના સ્થળે જ મોત થઈ ગઈ હતી, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ ગયો હતો. પોલીસે ક્ષેત્રની નાકાબંધી કરીને હુમલાખોરોને પકડવાનું અભિયાન શરૂ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details