- ગુપ્તચર એજન્સી દ્વારા દિલ્હી પોલીસને એલર્ટ કારાઇ આવ્યું
- આતંકવાદીઓ દિલ્હીમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે છે
- ડ્રોન સહિતની તમામ ઉડતી ચીજો પર પ્રતિબંધ મુકાયો
નવી દિલ્હી:સ્વતંત્રતા દિવસના થોડા દિવસો પહેલા ગુપ્તચર એજન્સી દ્વારા દિલ્હી પોલીસને એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટ જાહેર કરી જણાવવામાં આવ્યું હતું કે, આતંકવાદીઓ દિલ્હીમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. ખાસ કરીને હવાઈ હુમલો થવાની સંભાવના છે. તેને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ કમિશનર બાલાજી શ્રીવાસ્તવે ડ્રોન સહિતની તમામ ઉડતી ચીજો પર પ્રતિબંધ મુક્યો છે. આ ચેતવણી બાદ, દિલ્હી પોલીસના તમામ જિલ્લા ડીસીપીને આ વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના એરબેઝ પર આતંકી હુમલાનો ખતરો, ઓરેન્જ એલર્ટ જાહેર
દિલ્હી પોલીસને ખાસ કરીને 15 ઓગસ્ટ સુધી એલર્ટ રહેવાની જરૂર
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસને જાહેર કરાએલા એલર્ટ જાહેર કરી જણાવ્યું છે કે, 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં આતંકવાદીઓ રાજધાનીની આસપાસ આતંકવાદી હુમલો કરી શકે છે. આ માટે સ્લીપર સેલનો પણ ઉપયોગ કરી શકે છે. એલર્ટ જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી પોલીસને ખાસ કરીને 15 ઓગસ્ટ સુધી એલર્ટ રહેવાની જરૂર છે. દિલ્હીના દરેક ખૂણા પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો:શોપિંયામાં આતંકવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણમાં 2 આંતકી ઠાર મરાયા