શ્રીનગર :જમ્મુ અને કાશ્મીર પોલીસે આસામ રાઈફલ્સ અને CRPF સાથે મળીને ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા હાઇબ્રિડ આતંકવાદીની હિલચાલ વિશેની ચોક્કસ માહિતીના આધારે શુક્રવારે દરદગુંડ વિસ્તારમાં એક પોસ્ટ બનાવવામાં આવી હતી.
આતંકી ઝડપાયો : આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ચેક પોઇન્ટ પર એક શંકાસ્પદ વ્યક્તિ સંયુક્ત ટીમને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને પકડી લેવામાં આવ્યો છે. નેસબલ સુમ્બલના શફાયાત ઝુબેર રિશીની તપાસ કરતા તેની પાસે એક પિસ્તોલ, મેગેઝિન, આઠ રાઉન્ડ અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી હતી.
આતંકીનો આશય : જમ્મુ અને કાશ્મીર પોલીસ વધુમાં જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો કે તે પઝલપોરા વિસ્તારમાં માર્યા ગયેલા આતંકવાદી અને એરિયા કમાન્ડર યુસુફ ચૌપાનની પત્ની મુનીરા બેગમ પાસેથી હથિયારો અને દારૂગોળો લેવા જઈ રહ્યો હતો. સંબંધિત રીતે આરોપી પાકિસ્તાન સ્થિત આતંકવાદી હેન્ડલર મુસ્તાક અહમદ મીર સાથે સંપર્કમાં હતો. જેણે 1999 માં પાડોશી દેશમાં ઘૂસણખોરી કરી હતી. ઉપરાંત જિલ્લામાં આતંકવાદીઓને મદદ કરવા માટે કામ કરી રહ્યો હતો.