ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામ-મિઝોરમ બોર્ડર પર તણાવ યતાવત, CRPF દ્વારા પેટ્રોલિંગ - આસામના મુખ્યપ્રધાન

રવિવારે પણ આસામ-મિઝોરમ બોર્ડર પર તણાવ પ્રવર્તે છે. આવશ્યક ચીજવસ્તુઓ લઇ જતી ટ્રકો સહિત અન્ય વાહનોની અવરજવર પર પ્રતિબંધ રવિવારે છઠ્ઠા દિવસે પણ ચાલુ છે. આ માહિતી અધિકારીઓએ આપી હતી.

આસામ-મિઝોરમ બોર્ડર પર તણાવ યતાવત, CRPF દ્વારા પેટ્રોલિંગ
આસામ-મિઝોરમ બોર્ડર પર તણાવ યતાવત, CRPF દ્વારા પેટ્રોલિંગ

By

Published : Aug 1, 2021, 7:55 PM IST

  • રવિવારે પણ આસામ-મિઝોરમ બોર્ડર પર પ્રવર્તે છે તણાવ
  • લૈલાપુરના હિંસાગ્રસ્ત વિસ્તારમાં અને આંતર-રાજ્ય સરહદ પર શાંત
  • CRPF દ્વારા નેશનલ હાઇવે નંબર 306 પર પેટ્રોલિંગ ચાલુ

સિલ્ચર: રવિવારે પણ આસામ-મિઝોરમ બોર્ડર પર તણાવ પ્રવર્તે છે. તેમણે કહ્યું કે લૈલાપુરના હિંસાગ્રસ્ત વિસ્તારમાં અને આંતર-રાજ્ય સરહદ પર અને આસપાસની પરિસ્થિતિ શાંત છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનો મોટી સંખ્યામાં નેશનલ હાઇવે નંબર 306 પર પેટ્રોલિંગ કરી રહ્યા છે.

સચિવ જયંત એમ બરુઆના નેતૃત્વમાં દિવંગત પોલીસ કર્મચારીઓના ઘરની મુલાકાત

આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા સરમાના રાજકીય સચિવ જયંત એમ બરુઆના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે આસામના દિવંગત પોલીસ કર્મચારીઓના ઘરની મુલાકાત લીધી અને સોમવારે પરિસ્થિતિનો સામનો કરવામાં બળ અને હિંમતની પ્રશંસા કરી.

આસામની બરાક ખીણમાં વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ

અધિકારીઓએ કહ્યું કે, આસામની બરાક ખીણમાં વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ છે, જ્યારે એક રાજ્યથી બીજા રાજ્યમાં યાત્રા પર કોઈ પ્રતિબંધ નથી. કછાર જિલ્લાના કાબુગંજ-ઢોલાઈ વચ્ચે COVID-19 વ્યવસ્થાપન સામગ્રી સહિત આવશ્યક પુરવઠો ધરાવતી દર્જનો ટ્રકો પાર્ક કરવામાં આવી છે.

મિઝોરમ તરફ જતા રસ્તાઓની સંગઠિત નાકાબંધી હટાવી

એક અધિકારીએ જણાવ્યું હતું કે, મિઝોરમ તરફ જતા રસ્તાઓની સંગઠિત નાકાબંધી હટાવી લેવામાં આવી છે અને ટ્રક અથવા અન્ય વાહનોને રોકવા માટે હવે કોઈ જૂથ રસ્તા પર હાજર નથી, પરંતુ નારાજ નાગરિકો વાહનોને રોકી રહ્યા છે. તેમણે કહ્યું કે, મિઝોરમ બાજુથી પણ વાહનો આસામમાં પ્રવેશતા નથી અને માત્ર સત્તાવાર અને સુરક્ષા વાહનો રસ્તાઓ પર ચાલે છે.

હિંસામાં 6 પોલીસકર્મીઓ સહિત આસામના 7 લોકોએ જીવ ગુમાવ્યા

વિવાદિત સરહદી વિસ્તારમાં સોમવારે બંને રાજ્યોની પોલીસ દળો વચ્ચે ગોળીબારના ઉગ્ર આદાન -પ્રદાન બાદ બરાક ખીણમાં કેટલાક જૂથોએ નાકાબંધી કરી હતી, જેનો પડોશી રાજ્ય દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. આ હિંસામાં 6 પોલીસકર્મીઓ સહિત આસામના 7 લોકોએ જીવ ગુમાવ્યા હતાઅને 50 થી વધુ લોક ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો: Mizoram-Assam border dispute: મિઝોરમ પોલીસે Assam CM હિમંત બિશ્વ સરમા સામે FIR નોંધી

ત્રણ જિલ્લાઓ સાથે 164.6 કિલોમીટર લાંબી સરહદ

આસામની બરાક ખીણના કાચર, કરીમગંજ અને હૈલાકાંડી જિલ્લાઓ મિઝોરમ, આઈઝોલ, કોલાસિબ અને મમિતના ત્રણ જિલ્લાઓ સાથે 164.6 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે.

ABOUT THE AUTHOR

...view details