પ્રયાગરાજ:જિલ્લામાં શનિવારે રાત્રે અતિક અહેમદ અને અશરફ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં બંનેના મોત થયા હતા. બંનેના મૃતદેહને રવિવારે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. ચાર ડોક્ટરોની પેનલે અતીક અહેમદ અને અશરફના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. સૂત્રોનું માનીએ તો પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે અતીક અહેમદ પર દસ ગોળીઓ ચલાવવામાં આવી હતી.
પોસ્ટમોર્ટમમાં ખુલાસો: પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર તેના શરીરમાં સાત ગોળીઓના ટુકડા મળી આવ્યા છે, જ્યારે ત્રણ ગોળીઓ આખી મળી આવી છે. સાથે જ ડોક્ટરોને અશરફના શરીરમાંથી પાંચ ગોળીઓ મળી છે. જેમાં એક ગોળી ચહેરા પર, ચાર ગોળી છાતી અને પેટમાં મળી આવી હતી. અતીક અહેમદ પર દસ ગોળીઓ ચલાવવામાં આવી હતી.
ગોળી મારી હત્યા: જણાવી દઈએ કે શનિવારે બંનેની હત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે વીડિયોમાં ત્રણેય હત્યારાઓ અતીક અહેમદ અને અશરફ પર ગોળીઓ વરસાવી રહ્યા હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અતીક અહેમદને સૌથી પહેલા તેના માથા પર પિસ્તોલથી ગોળી મારવામાં આવી હતી. આ પછી અશરફને ગોળી મારી દેવામાં આવી હતી.