- બાંગ્લાદેશમાં મંદિરોમા હુમલો
- 57થી વધારે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો
- આ કેસમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી
ઢાકા: બાંગ્લાદેશના ખુલના જિલ્લામાં અલ્પસંખ્યક હિન્દુ અને મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે મંદિરોમાં સ્થાપિત પ્રતિમાઓને નુક્સાન પહોંચાડવામાં આવ્યું છે તે સાથે લોકોના ઘરો પર પણ હુમલો કરવામાં આવ્યો છે. શિયાલી, મલ્લિકાપૂર અને ગોવર ગામમાં સૈકડોની સંખ્યમાં કટ્ટપંથીઓએ ક્ષેત્રના 6 મંદિરોમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ મંદિરમાં મૂકેલી પ્રતિમાઓને પણ ખંડિત કરવામાં આવી હતી. આ સાથે 57થી વધારે હિન્દુ પરીવાર પર હુમલો કરવામાં આવ્યો હતો સાથે શિયાલી ગામમાં હિન્દુ સમુદાયના લોકોની 6 દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી.
વિસ્તારમાં તણાવ
સ્થાનિય લોકોએ જણાવ્યું કે શુક્રવારે પૂર્વા પારા મંદિરમાં શિયાલી સમશાન ઘાટ સુધી રાતે 9 વાગે મહિલા શ્રદ્ધાલુઓનો એક સમૂહ જઈ રહ્યો હતો અને તમને રાસ્તમાંથી એક મસ્જીદ પાર કરવાની હતી. આ દરમિયાન મસ્જીદના મોલવીએ આ બાબતનો વિરોધ કર્યો હતો. જેના કારણે હિન્દુ ભક્તો અને મૌલવી વચ્ચે ઝગડો થયો હતો. આ બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે બાબતને પોલીસ પાસે લઈ જવામાં આવશે. સમાચાર એજન્સી INAS અનુસાર એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શનિવારે બપોરે થઈ હતી, જે બાદ વિસ્તારમાં તણાવ ફેલાયો હતો અને પોલીસ બળ તૈનાત કરવાની જરૂર પડી હતી.
આ પણ વાંચો:વડોદરાથી 25 હજાર બહેનો બોર્ડર પર સૈનિકોને રાખડી મોકલશે
10 લોકોની ધરપકડ