- મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું મહાકાલેશ્વર મંદિર (Mahakaleshwar Temple) ફરી ખૂલ્યું
- મહાકાલેશ્વર મંદિર (Mahakaleshwar Temple) ભક્તો માટે 80 દિવસ પછી ખૂલ્લું મૂકાયું
- મંદિરમાં પ્રવેશ પહેલા શ્રદ્ધાળુઓએ કેટલીક ગાઈડલાઈન (Guidelines)નું પાલન કરવું પડશે
ઉજ્જૈનઃ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર 80 દિવસ પછી આજથી (સોમવાર) ફરી એક વાર શ્રદ્ધાળુઓ (Mahakaleshwar temple opened for devotees) માટે ખૂલ્લું મુકાયું છે. મેનેજમેન્ટ સમિતિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે મંદિરને 9 એપ્રિલથી બંધ કરી દેવાયું હતું. જોકે, હવે ફરી એક વાર ભક્તો માટે મંદિર ખૂલ્લું મુકાયું છે. કોરોનાના કારણે બીજી વખત મંદિરને બંધ કરવું પડ્યું હતું.
આ પણ વાંચો-અંબાજી સ્થિત કામાખ્યા મંદિર રવિવારથી ફરી દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ ખુલ્લું રહેશે
કોરોનાની વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હશે તેમને જ મંદિરમાં પ્રવેશ અપાશે
ઉજ્જૈન મહાકાલ મંદિર (Ujjain Mahakal Temple)ની મેનેજમેન્ટ સમિતિના સહાયક સંચાલક આર. કે. તિવારીએ જણાવ્યું હતું કે, મહાકાલ મંદિર સોમવારે સવારે 6 વાગ્યાથી શ્રદ્ધાળુઓ માટે ખૂલ્લું મુકાયું છે. જ્યારે મંદિરના ગર્ભગૃહ અને નંદી હોલમાં પ્રવેશ નિષેધ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મંદિરમાં ભગવાન મહાકાલના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઓનલાઈન બુકિંગ (Online Booking) કરાવવી પડશે. મંદિરમાં તેમને જ પ્રવેશ અપાશે, જેમણે કોરોનાનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હશે અથવા 48 કલાક પહેલા જેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હશે. પ્રવેશ કરતા સમયે શ્રદ્ધાળુઓ પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ.
એક દિવસમાં 3,500 ભક્તોને મંદિરમાં મળશે પ્રવેશ
મંદિરમાં પ્રવેશ કરતા સમયે કોરોનાની વેક્સિનનું પ્રમાણપત્ર અથવા તો 48 કલાક પહેલા કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત છે. તિવારીએ વધુમાં ઉમેર્યું હતું કે, દરેક દિવસે સવારથી રાત્રિના 8 વાગ્યા સુધી 3,500 શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ અપાશે. આ માટે 2-2 કલાકના સાત સ્લોટ બનાવવામાં આવ્યા છે. એક સ્લોટમાં માત્ર 500 લોકોને પ્રવેશ અપાશે. આ સાથે જ કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો-બોટાદનું સાળંગપુર મંદિર 2 મહિના પછી આજે ખૂલ્લું મુકાયું