રતલામઃમધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં એક ચોક્કસ ધર્મના યુવકો દ્વારા કથિત રીતે ગૂગલ મેપ્સ પર એક મંદિરનું નામ બદલીને મસ્જિદ (Temple name changed to mosque in Ratlam) તરીકે દર્શાવી દેવાતા મામલો ગરમાયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે રતલામ જિલ્લાના ભદવાસા ગામમાં સ્થિત અંબેમાતા મંદિરની (Location on Google Map) જગ્યાએ કહકાશન મસ્જિદ ભદવાસાને ગુગલ મેપ પર મસ્જિદ તરીકે બતાવી (Mosque in Ratlam google Map) દીધું છે. મંદિરની જગ્યાએ મસ્જિદ દર્શાવતો ગુગલ મેપનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે. જેના કારણે ગામમાં તણાવનો માહોલ છે.
આ પણ વાંચોઃસ્કૂલ બસ ધસમસતા પૂરમાં તણાઈ, 11 જણાના જીવ પડીકે બંધાયાં અને...
પોલીસ ફરિયાદ થઈઃવાસ્તવમાં, ગુગલ મેપ પર કોઈ સ્થળને નામ આપવાનો વિકલ્પ હોય છે, જેનો ઉપયોગ કરીને લોકો સામાન્ય રીતે તેમના વ્યવસાયિક સંસ્થાનું નામ, ગામનું નામ અને સ્થાન લખે છે, જ્યારે રતલામના નામલી પોલીસ સ્ટેશન વિસ્તારના ભદવાસા ગામમાં, ગુગલ મેપમાં મંદિરને મસ્જિદ તરીકે દર્શાવી દેવામાં આવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. આ સુવિધાનો ઉપયોગ ધાર્મિક સ્થળનું નામ બદલવા માટે કરવામાં આવતો હતો. આ બદલાવથી નારાજ થયેલા ગ્રામજનો નામલી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપી યુવકો વિરુદ્ધ ફરિયાદ કરી છે.
આ પણ વાંચોઃRain in Bhavnagar : ભાવનગરમાં સવારથી વરસાદી માહોલ, આ બે તારીખ ભારે વરસાદની શક્યતા
આરોપીની ધરપકડઃરતલામના ASP સુનિલ પાટીદારે જણાવ્યું કે "એક વ્યક્તિએ અરજી કરી હતી કે ગુગલ મેપ પર કોઈ ચોક્કસ ધર્મના ધાર્મિક સ્થળને અન્ય ધર્મના વ્યક્તિઓ દ્વારા અલગ રીતે બદલવામાં આવ્યા છે. આ મામલાની તપાસ કરવામાં આવી છે." અને આ કલમ 295A હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે, વધુ તપાસ ચાલુ છે.