ગુજરાત

gujarat

By

Published : May 20, 2021, 10:53 AM IST

ETV Bharat / bharat

તમિલનાડુ: કોઈમ્બતુરમાં બનાવવામાં આવ્યું કોરોના દેવીનું મંદિર, 48 દિવસની વિશેષ પ્રાર્થના

ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર ઘાતક જોવા મળી રહી છે, જેના કારણે તમિલનાડુમાં કામચીપુરી અધિનામ દ્વારા કોઈમ્બતુર નજીક કોરોના દેવી નામનું મંદિર સ્થાપવામાં આવ્યું છે. જ્યાં પરિસ્થિતિમાંથી ઝડપથી બહાર આવવા માટે 48 દિવસીય મહાયજ્ઞ ((વિશેષ પ્રાર્થના) કરવામાં આવી હતી.

કોઈમ્બતુરમાં બનાવવામાં આવ્યું કોરોના દેવીનું મંદિર, 48 દિવસની વિશેષ પ્રાર્થના
કોઈમ્બતુરમાં બનાવવામાં આવ્યું કોરોના દેવીનું મંદિર, 48 દિવસની વિશેષ પ્રાર્થના

  • ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર ઘણી ઘાતક છે
  • મહામારીની પરિસ્થિતિમાંથી ઝડપથી બહાર આવવા માટે 48 દિવસીય મહાયજ્ઞ કરવામાં આવ્યો છે
  • 1.5 ફૂટના કાળા પથ્થરમાંથી કોરોના દેવીની મૂર્તિની સ્થાપના કરાઇ છે

તમિલનાડુઃ ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર ઘણી ઘાતક છે, જેના કારણે તમિલનાડુમાં કામચીપુરી અધિનામ દ્વારા કોઈમ્બતુર નજીક કોરોના દેવી નામનું મંદિર સ્થાપવામાં આવ્યું છે. જ્યાં મહામારીની પરિસ્થિતિમાંથી ઝડપથી બહાર આવવા માટે 48 દિવસીય મહાયજ્ઞ ((વિશેષ પ્રાર્થના) કરવામાં આવ્યો હતો. 1.5 ફૂટના કાળા પથ્થરમાંથી કોરોના દેવીની મૂર્તિની સ્થાપના કરાઇ છે.

તમિલનાડુ: કોઈમ્બતુરમાં બનાવવામાં આવ્યું કોરોના દેવીનું મંદિર, 48 દિવસની વિશેષ પ્રાર્થના

આ પણ વાંચોઃકોરોના સંકટને કારણે 15 જૂન સુધી પુરી જગન્નાથ મંદિર ભક્તો માટે બંધ રહેશે

માનવ જીવન આજે કોરોના વાઇરસથી અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે

કામચિપુરી અધિનામના શ્રી શિવલિંગેશ્વર સ્વામી (શ્રી શિવલિંગેશ્વર સ્વામી)એ જણાવ્યું હતું કે, માનવ જીવન આજે કોરોના વાઇરસથી અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. ઇતિહાસમાં એવા રેકોર્ડ છે, દેશમાં ઓરી અને કોલેરાના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમણે કહ્યું કે મરિઅમ્મન, મકાલિઅમ્મન અને કરુમરીઅમ્મન ગામોમાં આ માન્યતા સાથે પૂજા-અર્ચના કરે છે કે દેવતા અસહાય લોકોના સહાયક છે.

તમિલનાડુમાં મહામારીને લગતી દેવીને અમ્માન દેવી માનવામાં આવે છે

સામાન્ય રીતે, તમિલનાડુમાં મહામારીને લગતી દેવીને અમ્માન દેવી માનવામાં આવે છે અને લોકો રોગથી છૂટકારો મેળવવા માટે તેમના વતન નજીકના અમ્માન મંદિરમાં વિશેષ પ્રાર્થના કરે છે. જો કે, સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં પ્રતિબંધ લાગુ થયો હોવાથી આસપાસના વિસ્તારના લોકોને મંદિરની મુલાકાત ન લેવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃબ્રહ્મ મુહૂર્તમાં બદરીનાથ ધામના કપાટ ખુલ્યા, 20 ક્વિન્ટલ ફૂલોથી મંદિર સજાવાયું

તમિલનાડુમાં બુધવારે 34,875 નવા કોરોનાના કેસ નોંધાયા છે

તમિલનાડુમાં બુધવારે 34,875 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જેની કુલ સંખ્યા 16,99,225 થઇ છે. 365 જાનહાનિ સાથે, રાજ્યમાં કોરોનાનો આંક વધીને 18,734 પર પહોંચી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details