નવી દિલ્હીઃપહાડોમાં હિમવર્ષા બાદ દિલ્હી-NCRના હવામાનમાં પલટો આવ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ધુમ્મસ જોવા મળ્યો હતો. મહત્તમ તાપમાન 26 અને લઘુત્તમ 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે તેવું પણ જણાવાયું હતું. અગાઉ મંગળવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 25.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 12.0 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું. હવામાં ભેજનું પ્રમાણ 98 થી 42 ટકા હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી હવામાન આવું જ રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 21 નવેમ્બરથી પવનની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે, જેના કારણે લોકોને પ્રદૂષણથી રાહત મળી શકે છે.
Delhi Polution: દિલ્હીમાં તાપમાન ઘટ્યું પણ પ્રદૂષણ માંથી કોઈ રાહત નહીં, AQI ફરી ગંભીર શ્રેણી ધકેલાતો - દિલ્હીનું પ્રદૂષણ
જ્યાં એક તરફ રાજધાની દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ AQI ફરી એકવાર ગંભીર શ્રેણીમાં પહોંચી રહ્યો છે. બુધવારે, દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં નોંધવામાં આવ્યો હતો. જેના કારણે ફરી એકવાર દિલ્હીવાસીઓને પ્રદૂષણનો માર સહન કરવાનો વારો આવી શકે છે.
Published : Nov 15, 2023, 11:27 AM IST
મોટાભાગના વિસ્તારોમાં AQI 300ને પારઃ તાજેતરમાં વરસેલા હળવા વરસાદને કારણે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) માં સુધારો ઓછો થવા લાગ્યો હતો, જોકે, દિવાળી બાદ દિલ્હીમાં ફરી એકવાર AQI સ્તર વધતું જોવા મળી રહ્યું છે. સેન્ટ્રલ પોલ્યુશન એન્ડ કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર બુધવારે દિલ્હીનો સરેરાશ AQI 385 નોંધાયો હતો. સવારે 6 વાગ્યા સુધી દિલ્હી એનસીઆરમાં 365નો AQI, ફરીદાબાદમાં 365, ગુરુગ્રામમાં 329, ગાઝિયાબાદમાં 356, ગ્રેટર નોઈડામાં 311 અને હિસારમાં 345 નોંધાયો હતો. જ્યારે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં AQI સ્તર 300થી ઉપર નોંધાયો છે.
પ્રદૂષણ માંથી કોઈ રાહત નહીંઃ હાલતો દિલ્હીવાસીઓને પ્રદૂષણ માંથી રાહત મળે તેવા કોઈ સંજોગો દેખાતા નથી, જોકે થોડા દિવસ પહેલાં દિલ્હીમાં પડેલો વરસાદ જો ફરી પડે તો પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થાય તેવી દિલ્હીવાસીઓ આશા રાખી રહ્યાં છે. બીજી તરફ કેજરીવાલ સરકાર પણ પ્રદૂષણના સ્તરને ડામવાના પ્રયાસમાં લાગ્યું છે પણ ઘારી સફળતા ન મળતી હોવાનું પણ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.