તેલંગાણા ભાજપના સસ્પેન્ડેડ નેતા ટી રાજા સિંહને તેલંગાણા પોલીસે ફરી કસ્ટડીમાં લીધા છે ( Telangana Police arrested BJP MLA Raja Singh). એવું કહેવામાં આવ્યું છે કે તેલંગાણા પોલીસે રાજા સિંહને તેમના વિરુદ્ધ નોંધાયેલા જૂના કેસમાં હૈદરાબાદમાં ધારાસભ્યને ઘરેથી અટકાયત કરવામાં આવી છે. 23 ઓગસ્ટના રોજ, ધારાસભ્ય રાજા સિંહના પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ તેમની કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા (MLA Raja Singh arrested for remarks against Mohammad Paigambar). આ પછી પોલીસે મંગળવારે તેની ધરપકડ કરી હતી. બાદમાં કોર્ટે તેને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.
આ પણ વાંચોબીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહને જામીન આપવાના વિરોધમાં હૈદરાબાદમાં હિંસક વિરોધ
તેલંગાણા પોલીસે કરી અટકાયત ધરપકડના કલાકો બાદ રાજા સિંહને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટે રાજા સિંહના વકીલની દલીલને સ્વીકારી હતી કે પોલીસે કેસમાં તેમની ધરપકડ કરતા પહેલા ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC) ની કલમ41 હેઠળ તેમના અસીલને નોટિસ જારી કરી ન હતી. રાજાના વકીલે બાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે, પોલીસે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કર્યું નથી, જેના હેઠળ સાત વર્ષથી ઓછી સજા ધરાવતા કેસોમાં ધરપકડ પહેલા નોટિસ આપવી જોઈએ. ભાજપે પણ રાજા સિંહની ટિપ્પણીને લઈને વધતા વિવાદ વચ્ચે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.