ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Telangana News : સરકારી નોકરીની ભરતીની રાહમાં પરેશાન યુવતીની આત્મહત્યા, ભાજપે કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી - Suicide

તેલંગણામાં સરકારી નોકરીની ભરતીની રાહમાં પરેશાન યુવતીની આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. અશોકનગરમાં બનેલી ઘટનાને લઇને તેલંગણાની બીઆરએસ સરકારને જવાબદાર ઠરાવવા સાથે ભાજપ અને કોંગ્રેસ જેવા વિરોધ પક્ષોએ ભારે વિરોધ પ્રદર્શન પણ કર્યું છે.

Telangana News : સરકારી નોકરીની ભરતીની રાહમાં પરેશાન યુવતીની આત્મહત્યા, ભાજપે કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી
Telangana News : સરકારી નોકરીની ભરતીની રાહમાં પરેશાન યુવતીની આત્મહત્યા, ભાજપે કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 9:39 PM IST

હૈદરાબાદ : એક 23 વર્ષીય યુવતી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી તેણે અહીં અશોકનગરમાં પોતાના હોસ્ટેલના રૂમમાં કથિતપણે આત્મહત્યા કરી હતી. આ ઘટનાને પગલે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારોએ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું..પોલીસે શનિવારે આ જાણકારી આપી. શુક્રવારે રાત્રે યુવતીની આત્મહત્યાના સમાચાર મળતાની સાથે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ વિસ્તારમાં એકઠા થઈ ગયા હતા અને રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન સહિત સૂત્રોચ્ચાર કર્યા હતાં.

સુસાઇડ નોટ મળી: વિરોધ પ્રદર્શન કરતાં દેખાવકારોએ પોલીસને યુવતીના મૃતદેહને હોસ્પિટલ લઈ જવાથી રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. ટેલિવિઝન પર પ્રસારિત થયેલા દ્રશ્યોમાં પોલીસ ભીડને વિખેરતી જોવા મળી હતી. જોકે પોલીસે લાઠીચાર્જનો ઇનકાર કર્યો હતો. એક પોલીસ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, જે સુસાઈડ નોટ મળી આવી છે તેમાં યુવતીએ તેના માતાપિતા માટે કંઈ ન કરી શકવા બદલ માફી માંગી છે. તેણે જણાવ્યું કે હોસ્ટેલમાં પીડિતાના મિત્રોએ કહ્યું કે તેણે અંગત કારણોસર આ પગલું ભર્યું છે.

હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી: પોલીસના જણાવ્યા અનુસાર વારંગલની રહેવાસી યુવતીએ અંગત કારણોસર શુક્રવારે રાત્રે પોતાના હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. જો કે, વિરોધ પ્રદર્શન કરનારાઓએ દાવો કર્યો હતો કે યુવતી કોઈ નોકરી ન મળવાને કારણે અને તેલંગાણા રાજ્ય પબ્લિક સર્વિસ કમિશન દ્વારા તાજેતરમાં ગ્રૂપ 2 સેવાઓની પરીક્ષા મોકૂફ રાખવાને કારણે હતાશ હતી.

સરકારને જવાબદાર ગણાવી: વિરોધ પક્ષોએ યુવતીના મૃત્યુ માટે મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની રાજ્ય સરકારને જવાબદાર ગણાવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ કે લક્ષ્મણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) પર દાવો કર્યો હતો કે તેમણે યુવતીની સુસાઈડ નોટને સાર્વજનિક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની ધરપકડ'કરવામાં આવી હતી. લક્ષ્મણે કહ્યું કે, 'યુવતી ઘણા મહિનાઓથી સરકારી પરીક્ષાની તૈયારી કરી રહી હતી. પરંતુ BRS સરકાર દ્વારા પરીક્ષાઓ વારંવાર રદ કરવા અને મુલતવી રાખવાના કારણે તેણે આ પગલું ભર્યું હતું. બીજેપી સાંસદે રાજ્ય સરકારની " બેદરકારી " થી પ્રભાવિત યુવતી તેમજ અન્ય લોકો માટે ન્યાયની માંગ કરી.

સરકારી ભરતી રદ થવાને લઇ રોષ: કોંગ્રેસના નેતા એમ અનિલ કુમાર યાદવે પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેમણે દાવો કર્યો હતો કે TSPSC પરીક્ષા બે વખત રદ થવાને કારણે યુવતીએ આત્મહત્યા કરી છે. યાદવે આ ઘટનાની ન્યાયિક તપાસ અને બાળકીના પરિવારને આર્થિક મદદ કરવાની માંગ કરી હતી. દરમિયાન કોંગ્રેસના તેલંગાણા એકમના પ્રમુખ એ રેવંત રેડ્ડીએ યુવતીની આત્મહત્યા પર દુઃખ વ્યક્ત કર્યું અને આરોપ લગાવ્યો કે BRS સરકાર ભરતી પરીક્ષા યોગ્ય રીતે આયોજિત કરવામાં નિષ્ફળ નીવડી છે.

રેડ્ડીએ આંદોલન સફળ બનાવવા વિનંતી કરી: રેવંત રેડ્ડીએ હાલના પબ્લિક સર્વિસ કમિશનમાં નવા સભ્યોની નિમણૂકની માંગ સાથે કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા પ્રસ્તાવિત 'રાસ્તા રોકો'ને સફળ બનાવવા લોકોને વિનંતી કરી હતી. તેલંગાણા રાજ્ય પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આયોજિત ભરતી પરીક્ષાઓના પ્રશ્નપત્રો લીક થવાને લઈને રાજ્ય સરકાર અગાઉ વિરોધ પક્ષો કોંગ્રેસ અને ભાજપના નિશાને ચડી ગઇ છે.

  1. Surat News: કેરેલા, તેલંગાણા જેવા રાજ્યોમાં સાયબર ક્રાઇમની ફરિયાદના આધારે સુરતની 27 ડાયમંડ કંપનીઓના બેન્ક એકાઉન્ટ પોલીસે ફ્રીઝ કર્યા
  2. શંકરસિંહ વાઘેલાએ તેલંગાણાના સીએમ સાથે બેઠક કરી, શું થઈ ચર્ચા
  3. તેલંગાણાના કૃષિ પ્રધાને મોરબી જિલ્લાની લીધી મુલાકાત

ABOUT THE AUTHOR

...view details