- તેલંગાણામાં 12 મે થી 10 દિવસનું લોકડાઉન
- કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે લેવાયો નિર્ણય
- તેલંગાણામાં હાલ 65,757 એક્ટિવ કેસ
હૈદરાબાદ : તેલંગાણામાં કોરોના સંક્રમણમાં થઇ રહેલા સતત વધારાને ધ્યાનમાં રાખીને તેને કાબૂ કરવા માટે કેબીનેટ બેઠક મળી હતી. જેમાં તેલંગાણાના પ્રધાનમંડળ દ્વારા 12 મે ના રોજથી રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો -તેલંગણામાં રાત્રિના 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ
12 થી 22 મે સુધી રાજ્યમાં રહેશે લોકડાઉન
તેલંગાણાના મુખ્યપ્રધાનની ઓફિસ તરફથી મળેલી સત્તાવાર માહિતી મુજબ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે તેલંગાણાના પ્રધાનમંડળ દ્વારા 12 મેથી 22 મે સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય પહેલા લોકડાઉન લાગુ થશે, તો તેના ફાયદા અને નુકસાન અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તેલંગાણામાં હાલ 65,757 એક્ટિવ કેસ છે.
આ પણ વાંચો -કેન્દ્ર સરકારે કોવિડ વેક્સીન ડ્રાય ટેસ્ટ માટે તેલંગાણાની પસંદગી કરી