ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગાણામાં 30 મે સુધી લંબાવાયું લોકડાઉન - સરકારે લંબાવ્યું લોકડાઉન

દેશભરના રાજ્યામાં વારાફરથી લોકડાઉન લંબાવાના સમાચાર સામે આવી રહ્યાં છે ત્યારે તેલંગાણામાં પણ લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. હવે તેલંગાણામાં 30 મે સુધી લોકડાઉન લંબાવાની મંગળવારે જાહેરાત કરવામાં આવી છે.

તેલંગાણામાં 30 મે સુધી લંબાવાયું લોકડાઉન
તેલંગાણામાં 30 મે સુધી લંબાવાયું લોકડાઉન

By

Published : May 18, 2021, 10:44 PM IST

  • તેલંગાણામાં પણ લંબાવાયું લોકડાઉન
  • 30 મે સુધી રાજ્યમાં રહેશે લોકડાઉન
  • પ્રધાનમંડળ સાથે ચર્ચા કરી લેવાયો નિર્ણય

હૈદરાબાદ: રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેલંગાણાના મુખ્યપ્રધાન કેસીઆરએ રાજ્યમાં લોકડાઇનની સીમા વધારી દીધી છે. હવે તેલંગાણામાં 30મી મે સુધી લોકડાઉન રહેશે. સીએમએ પોતાના પ્રધાનમંડળ સાથે ટેલિફોનીક વાતચિત કરી હતી અને તેમનો મંતવ્ય માંગ્યો હતો. તમામના મત અનુસાર મુખ્યપ્રધાને લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી.

વધુ વાંચો:આંધ્રપ્રદેશમાં મે મહિનાના અંત સુધી કરફ્યુ રહેશે

લોકડાઉનમાં રાહત રહેશે યથાવત

આ લોકડાઉન વધારવાની જાહેરાત બાદ કેસીઆરએ 20મીએ યોજાનાર કેબિનેટ મીટિંગ રદ્દ કરી છે. જો કે તેમણે સવારના 6થી 10 વાગ્યા સુધીના કરફ્યુ રાહતમાં કોઇ ફેરફાર કર્યો નથી.

વધુ વાંચો:મીની લોકડાઉનમાં નાના વેપારી મંડળને મોટો ફટકો, સરકાર પાસે રાહતની આશા

ABOUT THE AUTHOR

...view details