હૈદરાબાદ: તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ (KCR) એ કહ્યું છે કે મોદી સરકાર (Modi Government Delhi) રાજ્ય સરકારોને પરેશાન કરવાનું કામ કરી રહી છે. મોદી સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જો તે ભાજપના (BJP Party) લોકો તેલંગાણામાં સરકારને નીચે લાવશે તો અમે તેમને દિલ્હીમાંથી બહાર (Outs the BJP Government) કાઢીશું. હૈદરાબાદના જલવિહારમાં વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાના (Support to Yashwant Sinha) સમર્થનમાં આયોજિત સભાને સંબોધતા તેમણે આ વાત કહી. આ બેઠકમાં તેમણે કહ્યું કે તેલંગાણાએ 60 વર્ષથી લડાઈ લડી છે અને તેઓ બીજી લડાઈમાંથી પાછળ હટશે નહીં. તેમણે કહ્યું કે અમે ફરીથી નવા ભારતના નિર્માણ માટે આગળ વધીશું.
તમે રાજ્યમાં સરકાર ઉથલાવશો તો અમે દિલ્હીની બહાર કાઢી મૂકીશુ: ચંદ્રશેખર રાવ
તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવે (KCR) ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે 'ભગવા પાર્ટી' દેશમાં નફરત ફેલાવવાની સાથે દેશના ભવિષ્યને પણ નષ્ટ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે જો તેઓ તેલંગાણામાં સરકારને નીચે લાવશે તો અમે તેમને દિલ્હીમાંથી (Outs the BJP Government) બહાર કાઢીશું. હૈદરાબાદમાં યોજાયેલી બેઠકમાં તેમણે આ વાત કહી.
ભાજપ દેશના ભવિષ્યને ખતમ કરે છે:તેલંગણાના મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, તેઓ દેશમાં નફરત ફેલાવવાની (Killing Democracy and Federal system)સાથે દેશના ભવિષ્યને પણ ખતમ કરી રહ્યા છે. મોદી સરકાર રાજ્ય સરકારોને હેરાન પરેશાન કરી રહી છે. હૈદરાબાદમાં, કેન્દ્રીય મંત્રીઓ કહી રહ્યા છે કે તેઓ તેલંગાણામાં સરકારને એવી રીતે ઉથલાવી દેશે જેવી રીતે મહારાષ્ટ્રમાં સરકારને ઉથલાવી દેવામાં આવી હતી. જોઈએ. અમે પણ મુક્ત થવાની રાહ જોઈ રહ્યા છીએ. અમે તમને દિલ્હી છોડાવી દઈશું. આ પહેલા સીએમ કેસીઆર અને અન્ય મંત્રીઓ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાને લેવા બેગમપેટ એરપોર્ટ પહોંચ્યા હતા. આ પછી તેઓ એરપોર્ટથી જલવિહાર પહોંચ્યા જ્યાં મુખ્યપ્રધાન કેસીઆરએ સભાને સંબોધિત કરી. આ પ્રસંગે તેમની સાથે અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો:ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ, સ્ટેજ પર માત્ર 3 નેતાઓને જ સ્થાન
9 સરકારને ઉથલાવી નાંખી:તમે રાજ્ય સરકારોને પછાડવામાં વ્યસ્ત છો. અત્યાર સુધી તમે નવ સરકારોને ઉથલાવી નાંખી છે. આમાં તમે રેકોર્ડ બનાવ્યો છે. તમે શ્રીલંકામાં સેલ્સમેન બન્યા, દેશનું અપમાન કર્યું છે. તમે વડા પ્રધાનના નહીં પણ તમારા શાહુકાર મિત્રોના સેલ્સમેન બન્યા છો. તમે કાલે ભારતની આખી સેના ઉતારીને મીટિંગ કરી રહ્યા છો, પણ અમારા સવાલોના જવાબ આપો. પંદર લાખ તો શું પંદર પૈસા મળ્યા નથી.