હૈદરાબાદઃ તેલંગાણા સહિત આજે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે, ત્યારે તેલંગાણામાં મત ગણતરીના શરૂઆતી રૂઝાનમાં જ કોંગ્રેસ આગળ રહી છે, અને હવે સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહી છે. તેલગાણાની 119 વિધાનસભા બેઠક માટે 30 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. એક્ઝિટ પોલ અનુસાર, તેલંગાણામાં કોંગ્રેસ પ્રથમ વખત રાજ્યમાં સરકાર બનાવવાની નજીક જઈ રહી છે. એક્ઝિટ પોલના સર્વે અનુસાર કોંગ્રેસને 60 સીટો મળવાની ધારણા છે, જ્યારે BRS 48 સીટો જીતી શકે છે. ભાજપ 5 અને AIMIM 6 સીટો જીતી શકે છે. કોંગ્રેસે તેલંગાણામાં 70થી વધુ સીટો જીતવાનો દાવો કર્યો, તેલંગાણા કોંગ્રેસે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને આપ્યો શ્રેય
વર્ષ 2018ની ચૂંટણીનું પરિણામ: છેલ્લી 2018ની વિધાનસભાની ચૂંટણીમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ 119 માંથી 88 બેઠકો જીતીની પ્રચંડ જીત હાંસલ કરી હતી તે દરમિયાન કોંગ્રેસને માત્ર 19 અને ભાજપને માત્ર 1 બેઠક મળી હતી. AIMIM, જેણે 2018 માં 7 બેઠકો જીતી હતી, TRS સાથે ગઠબંધન કરીને આ ચૂંટણી લડી હતી, જેને હવે ભારત રાષ્ટ્ર સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રારંભિક ચૂંટણી પરિણામના માહોલમાં, ત્રિકોણીયો જંગ જોવા મળી રહ્યો છે. BRS સતત ત્રીજી વખત સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ રાજ્યમાં પ્રથમ વખત સરકાર બનાવવા માટે એડિચોટીનું જોર લગાવી રહી છે.
તેલંગાણામાં ત્રિપાંખીયો જંગ: બીઆરએસનું અભિયાન અગાઉના કોંગ્રેસના શાસનની નિષ્ફળતાઓ અને ખેડૂતો અને મહિલાઓ માટે ચાલી રહેલી કલ્યાણકારી યોજનાઓ પર કેન્દ્રિત હતું. તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન સીએમ કેસીઆરે તેલંગાણાને અલગ રાજ્ય બનાવવાના સંઘર્ષને પણ ઉજાગર કર્યો હતો. કોંગ્રેસનું અભિયાન મુખ્યત્વે BRS સરકારના કથિત ભ્રષ્ટાચાર પર કેન્દ્રિત હતું. તેણે તેની 'છ ચૂંટણી ગેરંટી' અંગે પણ વારંવાર ચર્ચા કરી છે. ભાજપે 'ડબલ એન્જિન સરકાર'ની જરૂરિયાત પર ભાર મૂક્યો અને KCR પર ભત્રીજાવાદનો આરોપ પણ લગાવ્યો. તેણે કોંગ્રેસ પર રાજ્યની જનતા સાથે વિશ્વાસઘાત કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
કોના શીરે તેલંગાણાનો તાજ: મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ સતત ત્રીજી વખત ઐતિહાસિક જીત હાંસલ કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં છે, ત્રણેય પક્ષો માટે આ ચૂંટણીના પરિણામ નિર્ભર છે. બીઆરએસ તેની કલ્યાણકારી યોજનાઓ અને કેસીઆરના કરિશ્મા પર આગેકૂચ કરી રહી છે, જ્યારે ભાજપ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો લાભ લઈ રહી છે. કોંગ્રેસ પોતાના વિરોધીઓનો ફાયદો ઉઠાવવા માંગે છે. કર્ણાટકમાં તાજેતરની જીતથી ઉત્સાહિત, કોંગ્રેસને બીઆરએસ સામે મજબૂત સત્તા વિરોધી લહેરનો ડર છે. તાજેતરના મહિનાઓમાં બીઆરએસના ઘણા નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે. તેલંગાણા વિધાનસભા ચૂંટણી પરિણામો સંબંધિત દરેક અપડેટ અહીં વાંચો.
- 4 રાજ્યોમાં મતદાનના પરિણામો વિપક્ષી ગઠબંધન I.N.D.I.A ના સમીકરણોને અસર કરશે
- ચૂંટણીની કસોટીઃ ચાર રાજ્યોમાં કોણ બનાવશે સરકાર, તમામની નજર પરિણામો પર