નાલગોંડા : તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023 માટે બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચે રાજ્યમાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. આ સાથે જ સમગ્ર તેલંગાણા રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ચૂંટણીની આચારસંહિતા વચ્ચે રાજ્ય પોલીસ સર્ચ ઓપરેશનમાં વ્યસ્ત છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે મોટી માત્રામાં રોકડ, સોનું અને દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ સંબંધમાં, રવિવારે, પોલીસે નાલગોંડા જિલ્લાના વડાપલ્લી ચેકપોસ્ટ પર લગભગ 3.04 કરોડ રૂપિયાની રોકડ સાથે 18 લાખ રૂપિયાની કાર જપ્ત કરી હતી. નાલગોંડા જિલ્લાના એસપી અપૂર્વ રાવે કહ્યું કે ચૂંટણી પંચના આદેશ અનુસાર જિલ્લાના સરહદી વિસ્તારોમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
Telangana Assembly Election 2023 : તેલંગાણામાં પોલીસે 7 કરોડ રૂપિયાની રોકડ, તેમજ 40 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો - તેલંગાણા
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આચારસંહિતા અમલમાં છે. આ સંદર્ભે પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરી છે. પોલીસે અત્યાર સુધીમાં સાત કરોડથી વધુની રકમ જપ્ત કરી છે.
Published : Oct 16, 2023, 9:16 AM IST
કાર ચાલાકની પૂછપરછ કરવામાં આવી : મળતી માહિતી મુજબ, પોલીસ જિલ્લાના મડગુલાપલ્લી ટોલગેટ પર સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. આ દરમિયાન બે કાર સવારોએ પોલીસને જોતા જ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પોલીસે કાર સવારોને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓએ કારની સ્પીડ વધારી દીધી હતી. પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને મિર્યાલાગુડાના વડાપલ્લી ચેકપોસ્ટ પર કાર સવારોને ઘેરી લીધા હતા. કડક પૂછપરછ બાદ જાણવા મળ્યું હતું કે કારમાં સવાર અમદાવાદ, ગુજરાતના વિપુલ કુમાર શાહ અને અમર સિંહા ઝાલા હતા.
રાજ્યમાં આચાર સંહિતા લાદવામાં આવેલ છે : પોલીસે કારની તલાશી લીધી, જે દરમિયાન કારમાંથી 3 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી આવી. કારની કિંમત પણ લગભગ 18 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. પોલીસે કાર સહિત કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરી છે. પોલીસે જણાવ્યું કે જ્યારથી રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે ત્યારથી 7 કરોડ રૂપિયાથી વધુની રકમ, લગભગ 40 લાખ રૂપિયાની કિંમતનો દારૂ, 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો ગાંજો અને 80 લાખ રૂપિયાની જ્વેલરી રિકવર કરવામાં આવી છે.