હૈદરાબાદઃ કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારે રવિવારે તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ અને બીઆરએસ નેતા કે ટી રામારાવ પર વાકપ્રહાર કર્યા હતા. તેમણે તેલંગાણાની જનતાએ જવાબ આપ્યો હોવાનું જણાવ્યું છે. અત્યારે કૉંગ્રેસ તેલંગાણામાં બહુમતના આંકડા સુધી પહોંચી ગઈ છે. તેમણે કૉંગ્રેસને આપેલ સ્પષ્ટ બહુમત બદલ તેલંગાણાની જનતાનો આભાર માન્યો છે. તેમણે તેલંગાણાના લોકોએ પ્રગતિ અને વિકાસ માટે પરિવર્તનને પસંદ કર્યુ છે.
સૌથી યુવા રાજ્યમાં મુખ્ય પ્રધાનના ચહેરા વિશે પુછતા કૉંગ્રેસ નેતાએ જણાવ્યું કે આ નિર્ણય પક્ષ કરશે. રેવંત રેડ્ડી પીસીસી અધ્યક્ષ છે. તેઓ અમારા ટીમ લીડર છે. અમારી પાર્ટી મુખ્ય પ્રધાન અંગેનો નિર્ણય લેશે. ચૂંટણી બધાએ સાથે મળીને લડી હતી. તેમણે તેલંગાણાની જનતાએ કેસીઆર અને કેટીઆરને જવાબ આપ્યો હોવાનું જણાવ્યું હતું. રેવંત રેડ્ડી કૉંગ્રેસમાંથી લોકસભા બેઠક મલ્કાજગિરિનું પ્રતિનિધિત્વ કરે છે.
આ અગાઉ 2009 અને 2014માં ટીડીપીથી આંધ્ર પ્રદેશ વિધાનસભામાં બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2014માં અને 2018 દરમિયાન તેલંગાણા વિધાનસભામાં કોડંગલ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. 2017માં ટીડીપી છોડીને કૉંગ્રેસમાં ભળી ગયા હતા. જૂન 2021માં તેમણે એન ઉત્તમ કુમાર રેડ્ડીની જગ્યાએ તેલંગાણા પ્રદેશ કૉંગ્રેસ કમિટિના અધ્યક્ષના રુપમાં નિમણુક કરવામાં આવ્યા હતા. તેલંગાણાના મુખ્ય પ્રધાન કેસીઆર વર્ષ 2014માં રાજ્યના બન્યા બાદ બીઆરએસ તરફથી સત્તામાં છે. કૉંગ્રેસે સરળતાથી બહુમતનો આંકડો પાર કરી લેવાથી હૈદરાબાદમાં કૉંગ્રેસ કાર્યાલય પર ઉજવણીનો માહોલ છે.
કાર્યકરોએ બાય બાય કેસીઆરનો સુત્રોચ્ચાર કર્યો. તેલંગાણા ચૂંટણીનું પરિણામ કૉંગ્રેસ માટે મહત્વના છે આ આત્મવિશ્વાસ સાથે કૉંગ્રેસ લોકસભા 2024ની ચૂંટણીમાં ઉતરશે. કર્ણાટક અને તેલંગાણામાં મળેલ જીતને લીધે કૉંગ્રેસને લોકસભા ચૂંટણીમાં દક્ષિણના રાજ્યોમાં ફાયદો મળી શકે તેમ છે. આ જીતને લીધે કૉંગ્રેસના કાર્યકર્તાઓ જ નહીં પરંતુ નેતાઓમાં પણ ઊર્જાનો સંચાર થયો છે. તેલંગાણામાં ભાજપે પ્રમુખ પદ પરથી બંડી સંજયને હટાવ્યા તેથી તેમની પીછેહઠ થઈ હોવાનું માનવામાં આવે છે. તેલંગાણામાં કુલ 109 પક્ષોના 2,290 ઉમેદવારો ચૂંટણી જંગ લડ્યા હતા. જેમાં 221 મહિલાઓ હતી જ્યારે 1 ટ્રાંસજેન્ડરનો પણ સમાવેશ થાય છે. આ વખતે કુલ 103 સીટીંગ એમએલએ ફરીથી ચૂંટણી લડ્યા હતા. 2018માં બીઆરએસ(તે સમયે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ) 119માંથી 88 બેઠકો જીતી હતી. જ્યારે કૉંગ્રેસ 19 બેઠકો જીતીને બીજા નંબરે રહી હતી.
- ત્રણ રાજ્યોમાં છવાયો મોદી મેજિક તો તેલંગાણામાં ચાલી કોંગ્રેસની ગેરંટીઓ
- નફરતના રાજકારણને બદલે વિકાસના રાજકારણનો વિજય થયો- હર્ષ સંઘવી