ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારના રિમાન્ડ થયા મંજૂર,વકીલે કરી આ મુદ્દે મોટી સ્પષ્ટતા - અમદાવાદ તિસ્તા શેતલવાડ

અમદાવાદની મેટ્રોપોલિટન ઘીકાંટા કોર્ટમાં તીસ્તા અને શ્રીકુમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં આ આરોપી વિરૂદ્ધ 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તિસ્તા અને શ્રીકુમારના 07 દિવસના એટલે કે 2 જૂલાઇ સૂધીના.રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં 2002ના રમખાણો (Gujarat Riot Case 2002) મુદ્દે સુપ્રીમ કોર્ટે ચોક્કસ તપાસના (Supreme court of india) અંતે ગુજરાત રાજ્યના પૂર્વમુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિન ચિટ આપી હતી. સુપ્રીમ કોર્ટે ઝકિયા જાફરીની અરજી ફગાવી હતી. એ પછી ઝાટકણી કાઢતા ઉમેર્યું હતું કે, આ પ્રકારની કાયદાકીય પ્રક્રિયાનો ખોટો ઉપયોગ કરનારાને કોર્ટના કઠેળામાં ઊભા રાખવામાં આવે. આ પછી ગુજરાત ATSની ટીમે તિસ્તાની ધરપકડ મુંબઈથી કરી હતી.

તિસ્તા શેતલવાડ અને શ્રીકુમાર તપાસમાં સપોર્ટ કરતા નથી: ક્રાઈમ બ્રાંચ DCP
તિસ્તા શેતલવાડ અને શ્રીકુમાર તપાસમાં સપોર્ટ કરતા નથી: ક્રાઈમ બ્રાંચ DCP

By

Published : Jun 26, 2022, 4:21 PM IST

Updated : Jun 26, 2022, 9:03 PM IST

અમદાવાદ: અમદાવાદની મેટ્રોપોલિટન ઘીકાંટા કોર્ટમાં તીસ્તા અને શ્રીકુમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં આ આરોપી વિરૂદ્ધ 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તિસ્તા અને શ્રીકુમારના 07 દિવસના એટલે કે 2 જૂલાઇ સૂધીના.રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જોકે, આ મામલે સરકારી વકીલ મિતેષ અમીને સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, એમના કેસમાં કોઈ રાજકીય ચહેરો છે કે એની તપાસ કરવામાં આવે. જોકે, વકીલે તિસ્તાએ કરેલા ખોટા દસ્તાવેજ, નિવેદન અને પુરાવા ઊભા કરવા અંગે પણ ચોખવટ કરી દીધી છે.

14 દિવસની કરવામાં આવી હતી રજૂઆત - મુંબઈથી ગુજરાત ATSની ટીમે (Gujarat ATS Team AT Mumbai) તિસ્તા સેતલવાડની ધરપકડ (Arrest Procedure of Teesta Setalwad) કર્યા બાદ એને અમદાવાદ લાવવામાં આવી હતી.જોકે, ક્રાઈમ બ્રાંચના (Ahmedabad Crime Branch DCP) DCP ચૈતન્ય માડલિકે કહ્યું હતું કે, તિસ્તા શેતલવાડ કાયદાકીય પ્રક્રિયામાં કોઈ સપોર્ટ કરતા નથી. જ્યારે તિસ્તાએ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, તેમણે મારો ફોન છીનવી લીધો, મને ધક્કો માર્યો અને માર માર્યો છે.

તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારના રિમાન્ડ થયા મંજૂર,વકીલે કરી આ મુદ્દે મોટી સ્પષ્ટતા

બેંગ્લુરૂમાંથી તિસ્તાને સમર્થન: તિસ્તા શેતલવાડની ધરપકડના મામલાની નિંદ કરવા માટે બેંગ્લુરૂના ટાઉનહોલ સામે જુદા જુદા યુનિયનના લોકો એકઠા થયા હતા. પત્રકાર અને એક્ટિવીસ્ટ શેતલવાડને સમર્થન આપવા માટે તથા એની ધરપકડની નિંદા કરવા માટે કેટલાક સંગઠનોએ બેંગ્લુરૂ શહેરના ટાઉનહોલ પાસે વિરોધ પ્રદર્શન કર્યું છે.

તિસ્તા શેતલવાડ અને શ્રીકુમાર તપાસમાં સપોર્ટ કરતા નથી: ક્રાઈમ બ્રાંચ DCP

આ પણ વાંચો:ડ્રગ્સથી બચીએ અને સ્પોર્ટ તથા મ્યુઝિકને અપનાવીએ..

મુફ્તિનું નિવેદન: મહેબૂબા મુફ્તીએ રવિવારે 2002ના ગુજરાત રમખાણોના કેસમાં મુંબઈ સ્થિત કાર્યકર્તા તિસ્તા સેતલવાડની ધરપકડ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે,"પીડિતોની સાથે ઉભા રહેવું એ ગુનાહિત કૃત્ય છે અને ન્યાયની માંગણી કરવી એ કાવતરાં સાથે સમકક્ષ છે. મામલો વધુ ખરાબ કરવા માટે, આ ચુકાદાનો ઉપયોગ ન્યાય શોધનારાઓને સજા કરવાને બદલે કરવામાં આવી રહ્યો છે."

તિસ્તાની કોર્ટમાં વાત: તિસ્તાએ ઉમેર્યું હતું કે, ગુજરાત ATS કોઈ પ્રકારના વોરંટ વગર મારા ઘરમાં ઘુસી ગઈ હતી.મને હેરાન કરવા માટે ગુજરાત ATSની ટીમને અમદાવાદથી લાવવામાં આવી? મને ડરાવવા માટે? શું આ યોગ્ય છે? તેઓ ત્રણ વાગ્યે આવ્યા હતા એ સમયે મારા વકીલે મને FIR બતાવી હતી. શું FIRના આધારે ધરપકડ કાયદેસર છે? મારી બપોરે 3 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી હતી. મારી સાથે છેડછાડ કરવામાં આવી છે. દૂર્વ્યવહાર કરાયો છે.

આ પણ વાંચો:હવે બાળકો ટ્રાફિક સિગ્નલ પર 'ભિક્ષા નહીં શિક્ષા' મેળવશે, આ રીતે થશે ફાયદો

ATSને કેમ મોકલી?-જે બનાવટી કેસ છે તેના માટે ATSને શા માટે મોકલવી જોઈએ? મારી અટકાયત અને ધરપકડ ગેરકાયદેસર છે. મને જામીન આપવામાં આવે. હું માનવાધિકાર કાર્યકર્તા છું. આ એક રાજકીય કેસ છે. હું સહકાર આપી રહી છું અને તમામ કાનૂની તપાસ અને પ્રશ્નોમાં સહકાર આપીશ. સેતલવાડ અને આર.બી. શ્રી કુમાર ના ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે.

SITની ટીમ તૈયાર: દીપેન ભદ્રનની અધ્યક્ષતામાં SITની ટીમની રચના કરાઈ છે. આ ટીમમાં દીપેન ભદ્રન DIG, ATS સુનિલ જોશી, SP, ATS ચૈતન્ય માંડલીક DCP અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ, બી સી સોલંકી ACP, SOG નો સમાવેશ કરાયો છે.જે હવે આગળની તપાસ કરશે.

આ પણ વાંચો:ગુજરાત રમખાણ કેસમાં સંજીવ ભટ્ટ બાદ હવે તિસ્તા અને શ્રીકુમાર સામે કાર્યવાહી,વાંચો આખો કેસ

બીજા શખ્સો હોવાની આશંકા: જેમાં તિસતા,આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ આરોપી છે. જેમાં બેની ધરપકડ કરવામાં આવી છે. સંજીવ ભટ્ટને પાલનપુરથી લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે તિસ્તા અને શ્રી કુમાર અમને તપાસમાં સપોર્ટ કરતા નથી. અમે તપાસ કરી રહ્યા છીએ આરોપીએ વધારે પડતું ખોટું કર્યું છે.આ અંગેના પુરાવાઓ ભેગા કરવામાં આવશે. આ ઉપરાંત તિસ્તા સિવાય અન્ય કોઈ પણ હશે તો બહાર આવશે તો તેની સામે પણ તપાસ થશે.

આ પણ વાંચો:વડોદરામાં મધરાતે શું થયું? એકનાથ શિંદે અને ફડણવીસની મુલાકાત...

ફંગની વિગતની તપાસ થશે:તિસ્તાના ફાઈનાન્સ અને અન્ય વિગત ની તપાસ કરવામાં આવશે ખોટા ડોક્યુમેન્ટ બનાવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટથી પાલનપુર જેલમાંથી અમદાવાદ લાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ પાલનપુર જેલમાંથી સંજીવ ભટ્ટને લઈને અમદાવાદ આવવા માટે રવાના થઈ ગઈ છે. ત્યારે હાલમાં તો તિસતા અને શ્રીકુમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને સુનાવણી ચાલુ છે.

Last Updated : Jun 26, 2022, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details