ગોંડા(UP) :ગોંડામાં આસારામ બાપુના આશ્રમ પરિસરમાં પાર્ક કરેલી કારમાંથી 13 વર્ષની કિશોરીનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી (asaram bapu ashram premises in gonda) ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે બાળકીના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ (teenager body found in a car) માટે મોકલી આપ્યો હતો. યુવતી ચાર દિવસથી ગુમ હોવાનું કહેવાય છે. પોલીસે સ્થળ અને આશ્રમને સીલ કરી દીધો છે.
આ પણ વાંચો:વ્યાપમ કેસમાં વ્હિસલ બ્લોઅર આનંદ રાયની દિલ્હીથી કરવામાં આવી ધરપકડ
13 વર્ષની બાળકીનો મૃતદેહ: ગોંડામાં 5 એપ્રિલની મોડી સાંજથી ગુમ થયેલી 13 વર્ષની બાળકીનો મૃતદેહ ગોંડા-બહરાઇચ રોડ પર કોતવાલી નગરના વિમૌર ગામમાં સંત આસારામ બાપુના આશ્રમ પરિસરમાં પાર્ક કરેલી કારમાંથી મળી આવ્યો હતો. આ મામલે સંબંધીએ ત્રણ લોકો સામે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી દુર્ગંધ આવતાં ચોકીદારે કારમાં મૃતદેહ જોયો અને પોલીસને જાણ કરી. બાળકીના મૃતદેહની માહિતી મળતાં જ ડીએમ ડો. ઉજ્જવલ કુમાર અને એસપી સંતોષ કુમાર મિશ્રા ઘટના સ્થળે પહોંચી ગયા હતા, આ સાથે આ ઘટનાના ખુલાસા અને આરોપીઓની ધરપકડ માટે પાંચ ટીમો કામે લાગી હતી.