મુંબઈ: ચેન્નાઈ સ્થિત ટેક્નોલોજી કંપની રામ ચરણને (Chennai based Technology Company) અઝરબૈજાન સ્થિત કંપની પાસેથી શેષ પ્રબંધન એકમોના સપ્લાય માટે 70 કરોડ ડોલરનો ઓર્ડર (Order From Azerbaijan) મળ્યો છે.
અઝરબૈજાનની રાજધાની બાકુમાં સ્થાપવામાં આવશે ઔદ્યોગિક એકમો
રામ ચરણે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને અઝરબૈજાન સ્થિત કંપની કાફકાન્સ ફાઇનાન્ઝ તરફથી (Ram Charan Gets Order From Azerbaijan) વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ્સ સ્થાપવા અને મશીનરી પ્રદાન કરવાનો ઓર્ડર મળ્યો છે. આ એકમો 200 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે તેવી અપેક્ષા છે. ભારતીય કંપની ડિસેમ્બર 2022થી આ ડીલ હેઠળ સપ્લાય શરૂ કરશે. આ ઔદ્યોગિક એકમો અઝરબૈજાનની રાજધાની બાકુમાં સ્થાપવામાં આવશે.