લખનઉ: કાશ્મીરી પંડિતોની પીડાને(The pain of Kashmiri Pandits) ઉજાગર કરીને રાષ્ટ્ર અને વિશ્વ સમક્ષ સત્ય બહાર લાવનાર 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની ટીમ રવિવારે સાંજે 4 વાગ્યે કેબિનેટ પ્રધાન નંદ ગોપાલ ગુપ્તા નંદીના(Cabinet Minister Nandgopal Nandi) નેતૃત્વમાં યોગી આદિત્યનાથને મળી (Team Yogi of 'Kashmir Files' visits) હતી. ફિલ્મના દિગ્દર્શક અને લેખક વિવેક અગ્નિહોત્રી(The film is directed and written by Vivek Agnihotri), પલ્લવી જોશી, અભિનેતા અનુપમ ખેર, ફિલ્મના નિર્માતા અભિષેક અગ્રવાલ સહિત અન્ય ટીમના સભ્યો પણ લખનઉ પહોંચી ગયા હતા. 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની ટીમ યોગીને મળી અને ઉત્તર પ્રદેશમાં ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ટેક્સ ફ્રી કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો:The Kashmir Files Story: ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ સ્થાનિક લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો
ફિલ્મને બનાવવામાં 4 વર્ષ લાગ્યા:બેઠક બાદ ગોમતી નગર સ્થિત એક ખાનગી હોટલમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મની ટીમે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી, અભિનેત્રી પલ્લવી જોશી અને નિર્માતા અભિષેક અગ્રવાલ હાજર હતા. તેણે કહ્યું કે, આ ફિલ્મને બનાવવામાં 4 વર્ષ લાગ્યા છે. ફિલ્મમાં સમગ્ર સત્ય બતાવવામાં આવ્યું છે. ફિલ્મની ટીમને મળ્યા બાદ યોગીએ ટિ્વટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. આદિત્યનાથે ટિ્વટકર્યું કે 'ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ધાર્મિક કટ્ટરતા અને આતંકવાદની અમાનવીય ભયાનકતાને હિંમતભેર ઉજાગર કરે છે. બેશક આ ફિલ્મ સમાજ અને દેશને જાગૃત કરવાનું કામ કરશે. આવી વિચારપ્રેરક ફિલ્મ બનાવવા બદલ સમગ્ર ટીમને અભિનંદન.