મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે (Indian cricket team to tour West Indies) તારીખ 22 જુલાઈથી 07 ઓગસ્ટ કે વચ્ચે 3 વનડે અને 5 T20 આંતરરાષ્ટ્રીય મેચ (3 ODIs 5 T20I International Cricket Tournament) વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. પહેલા તબક્કામાં વનડે સીરિઝ રમાશે ત્યાર બાદ T20 મેચ રમવામાં આવશે. આ મેચ યજમાની ત્રિનિદાદ, ટોબેગો અને સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ કરશે. અંતિમ બે T20 USAમાં લોડરહિલ, ફ્લોરિડામાં (Fort Lauderhill Florida USA) રમાશે. ત્રણ વનડે તારીખ 22, 24 અને 27 જુલાઈના રોજ રમાશે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ (Cricket West Indies) અને ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી સંયુક્ત પણ આ ટુર્નામેન્ટ નક્કી કરાઈ છે. જેનું એલાન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:3 જૂનથી શરૂ થશે ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ ક્વોલિફિકેશન રાઉન્ડ
નોંધી રાખો આ તારીખ: આ પછી તારીખ 29 જુલાઈના રોજ પહેલી T20 માટે પોર્ટ ઓફ સ્પેનના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. એ પછી ક્રમશ: તારીખ 1 ઓગસ્ટ અન 2 ઓગસ્ટના રોજ સેન્ટ કિટ્સ વાર્નર પાર્કમાં મેચ રમાશે. જ્યારે અંતિમ મેચ તારીખ 6 અને 7 ઓગસ્ટના રોજ ફ્લોરિડાના લોડરહિલના બ્રોવાર્ડ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાશે. સંપૂર્ણ સીરિઝ કો ફેવોડ પર લાઇવ-સ્ટ્રીમ દ્વારા અને ફેન્સ ફેનવોડ એપ પર લાઈવ જોઈ શકાશે.