નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team leaves for Australia) બુધવારે દશેરાની રાત્રે તેના મિશન મેલબોર્ન એટલે કે (Mission T20 World Cup 2022) મિશન વર્લ્ડકપ2022 માટે રવાના થઈ. આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ટીમની તસવીર (BCCI released the team picture) જાહેર કરવામાં આવી છે. આ સાથે ઘણા ખેલાડીઓએ પ્રસ્થાન પહેલાની તસવીરો પણ શેર કરી છે. જો આ રીતે જોવામાં આવે તો મિશન T20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત 6 ઓક્ટોબર 2022થી ઓસ્ટ્રેલિયા માટે ઉડાન સાથે થઈ છે. ભારતીય ખેલાડીઓ અન્ય ટીમો પહેલા ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે.
15માં ખેલાડી વગર ઓસ્ટ્રેલિયા જવા રવાના:ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરમાં (BCCI released the team picture) 14 ખેલાડીઓ સાથે કોચિંગ સ્ટાફના લોકો જોવા મળે છે. માનવામાં આવે છે કે, ટીમ ઈન્ડિયા15માં ખેલાડી વગર ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગઈ છે. જસપ્રિત બુમરાહના સ્થાને મોહમ્મદ શમીના ફિટ થવાની રાહ જોવાઈ રહી છે. પરંતુ હજુ સુધી, BCCI દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. જો કે, કોચ અને કેપ્ટને નિશ્ચિતપણે સંકેત આપ્યો છે કે, તેમની પાસે 15 ઓક્ટોબર સુધીનો સમય છે અને ત્યાં સુધીમાં તેમની નજર મોહમ્મદ શમીની ફિટનેસ પર રહેશે અને તે પહેલા 15મા ખેલાડી તરીકે ટીમમા સાથે જોડાઈ જશે.
પર્થ જવા રવાના:ભારતીય ક્રિકેટ ટીમ સીધી પર્થ જવા (Team India leaves for Perth) રવાના થઈ છે. ટીમ ઈન્ડિયા પહેલા પર્થ પહોંચશે અને 13 ઓક્ટોબર સુધી અહીં યોજાનાર તૈયારી શિબિરમાં ભાગ લેશે. આ દરમિયાન અહીં 2 વોર્મ અપ મેચો પણ રમાશે. આ બંને વોર્મ અપ મેચો BCCI દ્વારા ગોઠવવામાં આવી છે, જેથી કરીને ખેલાડીઓને અહીંના વાતાવરણમાં સેટ થવાની તક મળી શકે. BCCI તરફથી મળેલી માહિતી અનુસાર, આ બંને મેચ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે રમાશે. આ બંને મેચ 10 અને 12 ઓક્ટોબરના રોજ યોજાશે, જેમાં ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાની ઝડપી પીચો પર તેમના ફોર્મની કસોટી થશે.
કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, "ત્રણેય વિભાગોમાં સારું પ્રદર્શન કર્યા પછી પણ અમે વધુ સારું પ્રદર્શન કરવા માંગીએ છીએ. છેલ્લી 2 શ્રેણીમાં વિપક્ષી ટીમોને અદ્ભુત રમત બતાવીને અમને પડકાર આપતા જોયા છે. ઘણા બધા વિભાગો અમારે સખત મહેનત કરવી પડશે. બોલિંગ અમારી સમસ્યા છે, અમારે તેના પર કામ કરવું પડશે. મજબૂત ટીમો સામે અમે શું વધુ સારું કરી શકીએ છીએ. અમે અઘરા પ્રશ્નોના જવાબો શોધતા રહીશું. ઘણા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં રમી ચુક્યા નથી, તેથી અમે પરિસ્થિતિને અનુરૂપ થવા માટે પહેલા પર્થ જઈ રહ્યા છીએ. 15 સભ્યોની ટીમમાંથી અડધી ટીમ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં રમી રહી છે."
4 વોર્મઅપ મેચ રમશે: વર્લ્ડ કપમાં (Indian cricket team leaves for Australia) ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ મેચ દિવાળીના એક દિવસ પહેલા એટલે કે, 23 ઓક્ટોબરે રમાવા જઈ રહી છે. પાકિસ્તાન સામે મેલબોર્નમાં રમાનારી મેચ પહેલા ભારતીય ટીમે કુલ 4 વોર્મઅપ મેચ રમવાની છે, જેમાંથી 2 મેચનું આયોજન BCCI દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય 2 મેચનું આયોજન ICC દ્વારા કરવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ 2 પ્રેક્ટિસ મેચ પશ્ચિમી ઓસ્ટ્રેલિયા સામે રમશે, જ્યારે આગામી 2 વોર્મઅપ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમો સાથે રમવાની છે. હવે પછીની 2 વોર્મઅપ મેચોમાં ટીમ ઈન્ડિયાની તૈયારીઓની ખરી કસોટી થશે, જેમાં બોલિંગ અને બેટિંગની તાકાત જોવા મળશે.