રાયપુરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટી 20 મેચ રાયપુર ખાતે શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શુક્રવારે રમાશે. 5 મેચની આ સીરીઝમાં ભારત 2-1થી આગળ છે. શરુઆતની બંને મેચમાં જીત મેળવ્યા બાદ ભારત ભારત ગૌહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાયેલ ત્રીજી મેચ 5 વિકેટથી હારી ગયું હતું. ટીમ ઈન્ડિયા આ મેચ સીરીઝ જીતવાના ઈરાદે રમશે.
હોટલમાં ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગતઃ ટીમ ઈન્ડિયા રાયપુર પહોંચી ચૂકી છે. બીસીસીઆઈએ પોતાના એક્સ એકાઉન્ટ પર પ્લેયર્સ એરપોર્ટથી નીકળીને હોટલ પહોંચ્યા ત્યારે તેમના થયેલા ભવ્ય સ્વાગતનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ મેચમાં વર્લ્ડ કપ 2023 રમી ચૂકેલા અને ધુંઆધાર બેટ્સમેન શ્રેયસ ઐય્યર પણ રમશે. આ ઉપરાંત તાજેતરમાં લગ્ન ગ્રંથીથી જોડાયેલ ફાસ્ટ બોલર મુકેશકુમાર આ મેચ અગાઉ ટીમમાં જોડાઈ જશે.
શહીદ વીર નારાયણ સ્ટેડિયમ વિશેઃ રાયપુરના શહીદ વીર નારાયણ સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર 1 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ વર્ષની શરુઆતમાં રમાયેલ વન ડે ક્રિકેટ મેચ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે હતી. આ મેચમાં ન્યૂઝિલેન્ડને પ્રથમ બેટિંગ કરીને માત્ર 108 રન બનાવ્યા હતા. જ્યારે ભારતે માત્ર 20.1 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરીને જીત મેળવી હતી. આ મેચમાં માત્ર 18 રન આપીને 3 વિકેટ લેનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા.
ટી-20 સીરીઝમાં ભારત સ્કવોડઃ સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐય્યર(વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જિતેશ શર્મા(વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન, મુકેશ કુમાર
ટી-20 સીરીઝમાં ઓસ્ટ્રેલિયન સ્કવોડઃ મેથ્યૂ વેડ(કેપ્ટન), ટ્રેવિસ હેડ, આરોન હાર્ડી, જેસન બેહરેનડૉર્ફ, ટિમ ડેવિડ, બેન ડવારશુઈસ, નેથન એલિસ, ક્રિસ ગ્રીન, બેન મૈકડરમોટ, જોશ ફિલિપ, તનવીર સાંધા, મૈટ શૉર્ટ, કેન રિચર્ડસન
- બનાસ ટ્રોફી: ટી-20 ટુર્નામેન્ટમાં બેટિંગ કરતા જોવા મળ્યા ગૃહરાજ્ય પ્રધાન
- International Cricket in Rajkot: રાજકોટવાસીઓ તૈયાર રહો, અહીં ફરી રમાશે ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ, ક્યારે અને કોની સામે જૂઓ...