ઉત્તરપ્રદેશ : હાપુડ જિલ્લાના ધૌલાના તાલુકામાં એક ગામની સંયુક્ત પ્રાથમિક શાળામાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો(A shocking case in Uttar Pradesh) છે. પ્રાથમિક શાળાની બે શિક્ષિકાઓ પર બે વિદ્યાર્થીનીઓએ બળજબરીથી યુનિફોર્મ ઉતારવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીનીઓના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની 9 વર્ષની પુત્રી અને તેના ભાઈની 8 વર્ષની પુત્રી સંયુક્ત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. શાળામાં, બે શિક્ષિકાઓ બંને છોકરીઓને ડ્રેસ ઉતારીને અન્ય વિદ્યાર્થીનીઓને આપવા કહ્યું, જેથી અન્ય વિદ્યાર્થીનીઓ ડ્રેસમાં ફોટો પાડી શકે.
આ પણ વાંચો - 11 વર્ષની છોકરીની લગ્ન થયા આટલી ઉંમરના યુવક જોડે અને પછી...
વિદ્યાર્થીનીઓને ડ્રેસ ઉતારવાનું કહ્યું - વિદ્યાર્થીનીઓ પિતાનો આરોપ છે કે, જ્યારે બંને છોકરીઓએ ડ્રેસ ઉતારવાની ના પાડી તો શિક્ષિકાઓએ તેને માર માર્યો હતો. તેણે બંનેને શાળામાંથી કાઢી મુકવાની ધમકી પણ આપી હતી. આ પછી, બળજબરીથી બંને છોકરીઓના ડ્રેસ ઉતારી દીધા અને અન્ય વિદ્યાર્થીનીઓને આપી દીધા. પીડિતાના પિતાએ આરોપ લગાવ્યો હતો કે અન્ય છોકરીઓએ તેમની દીકરીઓના ડ્રેસ પહેરીને ફોટો પાડ્યા હતા. બંને શિક્ષિકાઓએ વિદ્યાર્થિનીઓને આ વાત ઘરે કહેવાની મનાઈ કરી હતી અને ડરાવી-ધમકાવી હતી.
આ પણ વાંચો - આંધ્રપ્રદેશના વ્યક્તિએ છેતરપિંડી કરીને કર્યા સાત લગ્ન, આ રીતે બનાવતો હતો શિકાર
શિક્ષિકાઓને સસ્પેન્ડ કરવામાં આવી - પીડિત વિદ્યાર્થીનીના પિતાએ બંને શિક્ષકો સામે કાર્યવાહી કરવાની અરજી કરી છે. બેઝિક એજ્યુકેશન ઓફિસર અર્ચના ગુપ્તાએ જણાવ્યું કે, આ મામલો ધ્યાન પર આવ્યો છે. મામલો સામે આવતાં જ બંને શિક્ષિકાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.