- કોરોનાની વેક્સિન અંગે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાનું (Union Health Minister Mansukh Mandviya) નિવેદન
- રાજ્યોને આ મહિને 2 કરોડથી વધુ કોરોનાની વેક્સિન (Corona Vaccine) ઉપલબ્ધ કરાવાઈઃ માંડવિયા
- શિક્ષક દિવસ (Teachers' day) પહેલા તમામ શિક્ષકો પ્રાથમિકતાના ધોરણે વેક્સિન લઈ લેઃ માંડવિયા
નવી દિલ્હીઃ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Union Health Minister Mansukh Mandviya) કોરોના વેક્સિન (Corona Vaccine) અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યોને આ મહિના 2 કરોડથી વધુ કોરોનાની વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સાથે જ તેમણે 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ પહેલા તમામ સ્કૂલના શિક્ષકોને પ્રાથમિકતાના આધારે વેક્સિન લેવાનું કહ્યું છે.
આરોગ્ય પ્રધાને શિક્ષકોને કર્યો અનુરોધ
કેેન્દ્રિય આરોગ્ય પ્રધાને ટ્વિટ કરી કહ્યું હતું કે, આ મહિને દરેક રાજ્યને વેક્સિન ઉપલબ્ધ કરાવવાની યોજના સિવાય 2 કરોડથી વધુ વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અમે તમામ રાજ્યોથી 5 સપ્ટેમ્બરે ઉજવવામાં આવતા શિક્ષક દિવસ પહેલા પ્રાથમિકતાના ધોરણે તમામ સ્કૂલના શિક્ષકોને વેક્સિન લગાવવાનો પ્રયાસ કરવાનો અનુરોધ કર્યો છે.
આ પણ વાંચોઃGujarat Universityએ બનાવેલી આયુર્વેદિક દવાને ICMRએ આપી મંજૂરી
કોરોનાની બીજી લહેર પછી ફરી સ્કૂલો બંધ થઈ હતી
કોરોના વાઈરસ સંક્રમણને રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનથી (Lockdown) પહેલા ગયા વર્ષે માર્ચમાં તમામ સ્કૂલોને બંધ કરી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં કોરોનાની સ્થિતિને અનુરૂપ સ્કૂલોને ફરી શરૂ કરવાની મંજૂરી આપી હતી. જોકે, કેટલાક રાજ્યોએ સ્કૂલોને આંશિક રીતે ખોલવાની શરૂ પણ કરી દીધી હતી, પરંતુ કોરોનાની ખતરનાક બીજી લહેર આવ્યા પછી એપ્રિલમાં ફરીથી તમામ સ્કૂલો સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃરાજ્યમાં 24 કલાકમાં ફક્ત 15 કેસ નોંધાયા, 4 કોર્પોરેશન અને 2 જિલ્લા કોરોનાના નવા કેસ, મૃત્યુ એક
કેન્દ્રિય આરોગ્ય સચિવે તમામ રાજ્યો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી
કોરોનાની સ્થિતિમાં સુધારો થવાની સાથે કેટલાક રાજ્યોએ હવે સ્કૂલોને ફરી ખોલવાની શરૂ કરી દીધી છે, પરંતુ શિક્ષકો અને અન્ય કર્મચારીઓનું પૂર્ણ વેક્સિનેશન ન થવાના કારણે ચિંતા પણ યથાવત છે. કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોના વેક્સિનેશન અભિયાનની પ્રગતિની સમીક્ષા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.
રાજ્યોને ઈમરજન્સી કોવિડ પ્રતિક્રિયા પેકેજ ફંટ અંતર્ગત ઉપયોગથી અવગત કરાવાયા
આ બેઠકમાં રાજ્યોને સલાહ આપવામાં આવી હતી કે, તેઓ બીજા ડોઝ કવરેજ વધારવાની સાથે સાથે સરકારી અને ખાનગી સ્કૂલોના શિક્ષકો તેમ જ કર્મચારીઓના વેક્સિનેશન પર પણ ભાર આપે. રાજ્યોને ઈમરજન્સી કોવિડ પ્રતિક્રિયા પેકેજ (ECRP) ફંડ અંતર્ગત ઉપયોગથી અવગત કરાવવામાં આવ્યા હતા અને આગામી તહેવારી સિઝનથી પહેલા કોવિડ યોગ્ય વ્યવહાર અને અન્ય સાવચેતીના પગલાનું અનુપાલન સુનિશ્ચિત કરવાની સલાહ પણ આપવામાં આવી હતી.
એક નિશ્ચિત સ્તરીય યોજના બનાવવા પર ભાર મુકાયો
કેન્દ્રિય આરોગ્ય સચિવે બીજા ડોઝનું કવરેજ વધારવા માટે એક નિશ્ચિત જિલ્લા સ્તરીય યોજના બનાવવા પર ભાર આપ્યો છે. એક સત્તાવાર રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્રિય આરોગ્ય પ્રધાન દ્વારા આપવામાં આવેલી જાહેરાત અનુરૂપ, સ્કૂલોના શિક્ષકો અને ગેરશિક્ષણ કર્મચારીઓને પ્રાથમિકતાના આધારે વેક્સિનેશન માટે 27થી 31 ઓગસ્ટ સુધી વેક્સિનના 2 કરોડથી વધુ ડોઝ રાજ્યોને મોકલવામાં આવશે. એક રિલીઝ મુજબ, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ એકીકૃત જિલ્લા શિક્ષા સૂચના પ્રણાલીના ડેટાનો ઉપયોગ કરી શકે છે અને રાજ્યના શિક્ષણ વિભાગો, કેન્દ્રિય વિદ્યાલય સંગઠન, નવોદય વિદ્યાલય સંગઠન અને આ વેક્સિનેશન કાર્યક્રમને આવશ્યક પ્રોત્સાહન આપનારા અન્ય સંગઠનોની સાથે સમન્વય કરી શકે છે.