જાલોર, રાજસ્થાન: રાજસ્થાના રાજ્યના જિલ્લા જાલોર બાદ બાડમેરથી શિક્ષકે બાળક પર અત્યાચાર કર્યો (Student beaten up in Barmer Government School) હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીની સ્થિતિ ગંભીર બની જતા એને હોસ્પિટલમાં એડમીટ (Barmer Civil Hospital) કરવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે શિક્ષકે (Teachers Brutality in Barmer) બાળકને એટલો માર માર્યો કે (Barmer Police investigation) તેને હોસ્પિટલમાં સારવાર હેતું એડમીટ કરવો પડ્યો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ ટીમ યુદ્ધના ધોરણે હોસ્પિટલ દોડી ગઈ હતી. પરીક્ષા દરમિયાન (Barmer Government School) સમયસર જવાબ ન આપી શકતા શિક્ષકે વિદ્યાર્થી પર હાથ ઉપાડ્યો હતો.
આ પણ વાંચો: લોકોમાં ડર પેદા કરી આતંક મચાવનાર ટોળકી સામે પોલીસે કરી કાર્યવાહી
પરીક્ષા દરમિયાન માર્યો: રાજસ્થાન રાજ્યના બાડમેરમાં આવેલા કોતવાલી પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચી ગયો છે. પોલીસ અધિકારી ગંગારામના જણાવ્યા અનુસાર, સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા નંબર 4 માં પરીક્ષા ચાલી રહી હતી. આ દરમિયાન 7મા ધોરણમાં અભ્યાસ કરતા ક્રિષ્ના કુણાલે ટેસ્ટ દરમિયાન સમયસર પ્રશ્નો પૂરા કર્યા ન હતા. તેણે મોડેથી કોપી સબમિટ કરતા મામલો ગરમાયો હતો. આ બાબતે શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે મારપીટ કરી હતી. શિક્ષકે માર માર્યા બાદ વિદ્યાર્થીની સ્થિતિ ગંભીર થઈ જતા એને યુદ્ધના ધોરણે હોસ્પિટલ સારવાર હેતું ખસેડાયો હતો.
આ પણ વાંચો: વડોદરા ચાપડ ગામમાં યુવકે દેશી દારૂ પીતાં આંખો ગુમાવી, પોલીસે કિસ્સો કેવો દબાવ્યો જૂઓ
માતા પિતાના આક્ષેપ: આ અંગે પીડિત બાળકની માતાએ શાળાના શિક્ષક પર આરોપ લગાવ્યો છે. કહેવાય છે કે તેણે બાળક પર હુમલો કર્યો, જેના કારણે તેની તબિયત બગડી. કોતવાલી પોલીસ અધિકારી ગંગારામના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થી સાથે મારપીટની માહિતી મળતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ બાબતે શાળાના શિક્ષકો અને બાળકોના નિવેદનો નોંધવામાં આવશે અને પરિવારજનોએ આપેલા રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. જોકે, આ વિદ્યાર્થીની ઉંમર 13 વર્ષની છે. શિક્ષકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. હાલમાં વિદ્યાર્થીની સ્થિતિ સારી છે.