ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિક્ષક ભરતી કૌભાંડની આરોપી અર્પિતા મુખર્જીની માતા જીવે છે આવું જીવન

પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં(teacher recruitment scam) પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની ED દ્વારા ધરપકડ કરવામાં આવી(Arrest of Parth Chatterjee and Arpita Mukherjee by ED) હતી. EDની તપાસમાં અર્પિતાના ઘરેથી 50 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને 5 કિલો સોનું મળી આવ્યું હતું. શું તમે જાણો છો કે અર્પિતાના પરિવારના સભ્યો અત્યારે કઈ સ્થિતિમાં રહે છે.

By

Published : Jul 30, 2022, 3:07 PM IST

અર્પિતા મુખર્જી
અર્પિતા મુખર્જી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં શિક્ષણ ભરતી કૌભાંડમાં ED દ્વારા પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની ધરપકડ કરવામાં આવી(Arrest of Parth Chatterjee and Arpita Mukherjee by ED) છે. EDની તપાસમાં અર્પિતાના ઘરેથી 50 કરોડ રૂપિયાથી વધુ રોકડ અને 5 કિલો સોનું મળી આવ્યું છે. અર્પિતા મુખર્જીની માતા કોલકાતાથી થોડાક કિલોમીટર દૂર ઉત્તર 24 પરગણાના બેલઘોરિયા વિસ્તારમાં એક પુશ્તૈની મકાનમાં રહે(Arpita Mukherjee s Mother s Life Style) છે. 50 વર્ષ જૂનું આ ઘર સાવ જર્જરિત છે.

અપ્રિતાની માતાનું જીવન છે આવું - અર્પિતાની વૃદ્ધ અને બીમાર માતા પાસે આ ઘરમાં કોઈ લક્ઝરી વસ્તુઓ નથી. અર્પિતાએ તેની બીમાર માતાની સંભાળ રાખવા માટે બે નોકર પણ રાખ્યા છે. જે તેના ખોરાક, પાણી અને અન્ય જરૂરિયાતોની સંભાળ રાખે છે. વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ, અર્પિતા તેની માતાને મળવા માટે અવારનવાર આવતી હોય છે, પરંતુ તે અહીં વધુ સમય રોકાતી નથી.

આ પણ વાંચો - ગ્લેમર ગર્લ અર્પિતા અને બંગાળના પ્રધાન પાર્થ ચેટર્જી ED ના સંકજામાં, આ મોટા કૌભાંડની આશંકા

અર્પિતા કરી ચુકી છે ફિલ્મમાં કામ - અર્પિતા મુખર્જીએ બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ થોડા સમય માટે કામ કર્યું છે. અર્પિતા મુખર્જીએ તેની ફિલ્મી કરિયરમાં મોટાભાગે સાઈડ રોલ કર્યા છે. બંગાળી ફિલ્મો સિવાય તેણે ઓડિયા અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અર્પિતા મુખર્જીએ બંગાળી ફિલ્મના સુપરસ્ટાર પ્રોસેનજીત અને જીતની મુખ્ય ભૂમિકાઓ સાથે કેટલીક ફિલ્મોમાં સાઈડ રોલ પણ કર્યો છે. આ સિવાય અર્પિતા મુખર્જીએ બંગાળી ફિલ્મ અમર અંતરનાદમાં પણ કામ કર્યું હતું.

શિક્ષણ ભરતીમાં સંડોવાયેલ છે - કેન્દ્રીય એજન્સીઓની તપાસમાં ઘણા ખુલાસા થયા છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર અર્પિતા મુખર્જી શિક્ષણ ભરતી કૌભાંડમાં સામેલ હતી. કહેવામાં આવી રહ્યું છે કે અર્પિતા મુખર્જી પશ્ચિમ બંગાળ સરકારના પ્રધાન પાર્થ ચેટરજીની નજીક છે. પાર્થ ચેટર્જી મમતા બેનર્જીની સરકારમાં શિક્ષણ પ્રધાન પણ રહી ચૂક્યા છે. હવે સવાલો પણ ઉઠી રહ્યા છે કે એક સમયે બંગાળી ફિલ્મોમાં સાઈડ રોલ કરનાર અર્પિતા મુખર્જી શાસક તૃણમૂલ કોંગ્રેસના મજબૂત નેતાઓમાં ગણાતા પાર્થ ચેટર્જીની નજીક કેવી રીતે બની ગઈ.

આ પણ વાંચો - SSC recruitment scam: 50 કરોડની રિકવરી પર મમતા બેનરજીએ કહ્યું...

દુર્ગાપૂજાનો ચહેરો - પાર્થ ચેટર્જી પશ્ચિમ બંગાળ સરકારમાં મજબૂત નેતા છે. તે બંગાળમાં દુર્ગા પૂજાના આયોજનને લઈને પણ ચર્ચામાં છે. અર્પિતા મુખર્જી 2019 અને 2020માં પાર્થ ચેટરજીની દુર્ગા પૂજાની ઉજવણીનો ચહેરો પણ રહી ચૂકી છે. અર્પિતા મુખર્જીના ઘર પર દરોડા બાદ વિધાનસભામાં વિપક્ષના નેતા (ભાજપ) શુભેંદુ અધિકારીએ સોશિયલ મીડિયા પર અનેક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી નકતલા ઉદયન સંઘની દુર્ગા પૂજાના ઉદ્ઘાટન સમયે જોવા મળ્યા હતા.

તૃણમૂલે કહી આ વાત - મમતાની બાજુમાં પાર્થ ચેટર્જી બેઠા છે. ચેટર્જી સાથે ટીએમસીના પ્રદેશ અધ્યક્ષ સુબ્રત બક્ષી પણ હાજર છે. સુબ્રત બક્ષીની બાજુમાં અર્પિતા મુખર્જી બેઠી હતી. તૃણમૂલ કોંગ્રેસે આ સમગ્ર એપિસોડથી પોતાને દૂર કરી દીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીએમસીને આની સાથે કોઈ લેવાદેવા નથી. તપાસમાં સંડોવાયેલા લોકો પોતાનો બચાવ કરશે. ટીએમસી આ સમગ્ર મામલાને ગંભીરતાથી જોઈ રહી છે. જ્યારે સમય આવશે ત્યારે પ્રતિસાદ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details