ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંઘી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે નામ લીધા વગર રાહુલ ગાંઘી પર નિશાન સાધ્યું છે.સિબ્બલે કહ્યું કે, કોંગ્રેસ હાઈકમાન્ડે વહેલી તકે CWC ની બેઠક બોલાવવી જોઈએ. લોકો કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે. જ્યારે લોકો કોંગ્રેસ છોડે ત્યારે સવાલ પોતાના જ છે.

રાહુલ ગાંઘી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે
રાહુલ ગાંઘી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે

By

Published : Sep 29, 2021, 6:27 PM IST

  • રાહુલ ગાંઘી પર નિશાન સાધ્યું કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે
  • કપિલ સિબ્બલ કહ્યું કે, લોકો કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે
  • લોકોએ પાર્ટી કેમ છોડી રહ્યા છે તે CWC માં ચર્ચા થવી જોઈએ

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું છે. કપિલ સિબ્બલે કહ્યું કે, કોંગ્રેસ હાઈકમાન્ડે વહેલી તકે CWC ની બેઠક બોલાવવી જોઈએ. લોકો કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે.

સિબ્બલે કહ્યું કે કોંગ્રેસ છોડવા પર લોકોને પોતાના પર એક સવાલ છે. જે લોકો કોંગ્રેસ માટે ખાસ હતા તે લોકોએ પાર્ટી છોડી દીધી છે. જિતિન પ્રસાદ અને સિંધિયાએ કોંગ્રેસ છોડી દીધી. આવી પરિસ્થિતિ કેમ આવવી જોઈએ તે અંગે CWC માં ચર્ચા થવી જોઈએ.

કોંગ્રેસનું નુકસાન એટલે દેશનું નુકસાનઃ કપિલ સિબ્બલ

સિબ્બલે કહ્યું કે, હું તે કોંગ્રેસીઓ વતી વાત કરી રહ્યો છું જેમણે ગયા વર્ષે ઓગસ્ટમાં પત્ર લખ્યો હતો. કોંગ્રેસના નેતા સિબ્બલે કહ્યું કે, કોંગ્રેસના જે લોકોએ અમને છોડી ચાલ્યા ગયા છે તેમણે પાછા આવવું જોઈએ, કારણ કે કોંગ્રેસ એ વિચારધારા છે જે આ દેશનો પાયો છે, જેના આધારે આપણું પ્રજાસત્તાક રચાયું હતું.


સિબ્બલે એમ પણ કહ્યું કે, અમે 23 નથી. અમે અમારી માંગણીઓ રાખીશું. જ્યારે સંસદ ચાલે છે ત્યારે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થાય છે, વિપક્ષ મજબૂત હશે ત્યારે જ મુદ્દાઓ આવશે અને જો કોંગ્રેસ મજબૂત હશે ત્યારે જ વિપક્ષ મજબૂત થશે, અને જો આ બધું નહીં હોય તો પ્રશ્ન કેવી રીતે પૂછવામાં આવશે. કોંગ્રેસનું નુકસાન એટલે દેશનું નુકસાન

કોંગ્રેસના કોઈને સમસ્યા હોય પાર્ટીના વરિષ્ઠ નેતા સાથે ચર્ચા કરે

સિબ્બલે જણાવ્યુ કે કોઈ પણ પાર્ટીનો કાર્યકર કોઈની વિરુદ્ધ ન હોઈ શકે, જો તે કોંગ્રેસનો માણસ હોય. અમે કોંગ્રેસની તરફેણમાં છીએ. તે સ્પષ્ટ છે કે હજુ સુધી કોંગ્રેસના કોઈ પ્રમુખ નથી, પરંતુ કોઈ નિર્ણય લઈ રહ્યું છે.

કપિલ સિબ્બલે કહ્યું કે, સરહદી રાજ્ય (પંજાબ)માં જ્યાં કોંગ્રેસ પાર્ટી સાથે આવું થઈ રહ્યું છે, તેનો અર્થ શું છે? એટલા માટે ISI અને પાકિસ્તાનને આનો ફાયદો થાય છે. કોંગ્રેસે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ એક છે. જો કોઈને કોઈ સમસ્યા હોય તો તેણે પાર્ટીના વરિષ્ઠ નેતા સાથે ચર્ચા કરવી જોઈએ

આ પણ વાંચોઃ વિધાનસભાની બહાર કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો વિરોધ, કોરોનાથી મૃત્યુ પામેલાઓ માટે કરી 4 લાખની માંગણી

આ પણ વાંચોઃ ભાજપે બીજાના કામને પોતાના નામે ચડાવ્યા, કોંગ્રેસ કોર્પોરેટરનો આરોપ

ABOUT THE AUTHOR

...view details