- પ્રખ્યાત અભિનેતા ઘનશ્યામ નાયકનું નિધન
- નટ્ટુ કાકાનું પાત્ર ભજવીને તેઓ લોકપ્રિય બન્યા હતા
- અભિનેતા નટ્ટુ કાકા મુળ મહેસાણાના રહેવાસી હતા
ન્યૂઝ ડેસ્ક :સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટ્ટુ કાકાનું પાત્ર ભજવનાર અભિનેતા ઘનશ્યામ નાયકનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા. શોના નિર્માતા અસિત મોદીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, નટ્ટુ કાકા લાંબા સમયથી બીમાર હતા અને તેમને કેન્સર હતું. તેઓ શરૂઆતથી જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલા હતા.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નટ્ટુ કાકા દુનીયાને કહ્યું અદવિદા મૃત્યુ મારૂ મેકઅપ સાથે જ થવુ જોઈએ: ઘનશ્યામ નાયક
નટ્ટુકાકા તરીકે જાણીતા ઘનશ્યામ નાયક ઘણા સમયથી કેન્સરને કારણે બિમાર રહેતા હતા, તેને લઈને પરિવાર, મિત્રો, સંબંધીઓ સહિતના લોકો તેમની ચિંતા કરતા જોવા મળતા હતા, ત્યારે તેમના એવા મિત્ર દિગ્દર્શક અભિલાશ ઘોડા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે "મારૂ મૃત્યુ મેકઅપ સાથે થવું જોઈએ."
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ
મુખ્યપ્રધાને ઘનશ્યામ નાયકને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, "ગુજરાતી રંગમંચથી શરુ કરી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ધારાવાહિકના “નટુકાકા”ના હુલામણા નામ થી વિખ્યાત શ્રી ઘનશ્યામભાઈ નાયકના આકસ્મિક અવસાનથી ગુજરાતી રંગમંચને મોટી ખોટ પડી છે.પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના."
સિરિયલના નિર્માતા અસિત મોદીએ આપી માહિતી
તારક મહેતા સિરિયલના નિર્માતા અસિત મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નટ્ટુ કાકાના નિધન માહિતી આપી હતી. તેમાં તેમણે લખ્યું કે, "અમારા પ્રિય નટ્ટુ કાકા હવે અમારી વચ્ચે રહ્યા નથી, પરમ કૃપાળુ સર્વશક્તિમાન તેમને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમને શાંતિ આપે. તેમના પરિવારને આ ખોટ સહન કરવાની શક્તિ આપે. નટ્ટુ કાકા અમે તમને ભૂલી શકીશું નહીં."
પોતાના રમુજી સ્વાભાવથી બધાને હસાવ્યા
નટ્ટુકાકાની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયકે હંમેશા પોતાની કોમેડી અને અલગ સ્ટાઇલથી લોકોને ઘણું મનોરંજન આપ્યું છે. તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલના સહાયક નટ્ટુ કાકાની ભૂમિકા ભજવતા હતા. તે તેની દુકાનમાં કામ કરતા હતા અને બાઘા તેનો ભત્રીજો હતો. નટ્ટુ કાકાની અંગ્રેજી બોલવાની શૈલી ચાહકોને પસંદ આવતી હતી. તે હંમેશા પોતાના રમુજી હાવભાવથી બધાને હસતા અને હસાવતો હતા.