મૈનપુરીઃજિલ્લામાં એક મૃત યુવકને જીવિત કરવામાં 30 કલાક લાગ્યા. ઢોલ-નગારાં લઈ આવવામાં આવ્યા. જે સાપ કરડ્યો હતો, તે જ જાતિનો એક સાપ પકડવામાં આવ્યો. મૃતદેહ પાસે કેળા અને લીમડાના પાન રાખવામાં આવ્યા હતા. ઘણા તાંત્રિકોએ (mainpuri witch craft) કલાકો સુધી પ્રયત્ન કર્યા. આ પછી પણ તે યુવકને જીવતો ન કરી શક્યા.
આ પણ વાંચો:President Oath Taking Ceremony : દ્રૌપદી મુર્મુ રાજઘાટ પહોંચ્યા, આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે
તાંત્રિકોને બોલાવવામાં આવ્યા:સમગ્ર મામલો મૈનપુરીના જાટવાન મોહલ્લાનો છે. અહીં રહેતા તાલિબને શુક્રવારે રાત્રે સાપ કરડ્યો હતો. પરિવાર તેને સૈફઈ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરંતુ પરિવારે ડોક્ટરની વાત માનવાનો ઇનકાર કર્યો હતો. સંબંધીઓએ કહ્યું, "એવું નથી. તાલિબ હજી મૃત્યુ પામ્યો નથી." આ પછી શનિવારે સવારે 10 વાગ્યે મૃતદેહને ઘરે લાવ્યા. દૂર દૂરથી તાંત્રિકોને બોલાવવામાં આવ્યા. તાંત્રિકોએ ઢોલ-નગારાં બોલાવ્યા. સાપને પકડવા માટે ચાર સાપ પકડનારોને (snake catchers) બોલાવવામાં આવ્યા હતા. લીમડા અને કેળાના પાન પણ મંગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત લાશને ઘરની સામે રાખવામાં આવી હતી.
આ પણ વાંચો:અક્ષર પટેલના પ્રદર્શનથી ભારતે વેસ્ટ ઈન્ડિઝને બે વિકેટે હરાવી શ્રેણી જીતી
સાપ કરડવાથી થયું હતું મોત: ગ્રામજનોએ જણાવ્યું હતું કે, તાંત્રિકોએ લગભગ 30 કલાક સુધી વળગાડની ક્રિયા કરી હતી, પરંતુ તે યુવકને જીવિત કરી શક્યા ન હતા. બાદમાં તેઓ કહેવા લાગ્યા કે, હવે તેને જીવિત કરી શકાય નહીં. રવિવારે સાંજે 4 કલાકે યુવકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગામલોકોએ જણાવ્યું કે, તાલિબ પંજાબમાં કામ કરતો હતો. તે 10 દિવસ પહેલા ઘરે આવ્યો હતો. રાત્રે રૂમમાં સૂતો હતો, વહેલી સવારે સાપે તેના હાથમાં ડંખ (Death due to snake bite) માર્યો. થોડા દિવસો પહેલા તાલિબના 10 વર્ષના ભત્રીજાનું પણ સાપ કરડવાથી મોત થયું હતું.