- તામિલનાડુ આઈપીએસ ઓફિસરે કર્યું જલેબી ખાવાનું ટ્વીટ
- પત્નીની આવી કોમેન્ટ તો લોકોએ ખૂબ ચુટકી બજાવી
- સોશિયલ મીડિયા યુઝર્સને પડી ગઈ મજા
નવી દિલ્હી: જલેબી બાળકોથી લઈને વૃદ્ધ સૌકોઇનેે ખૂબ પસંદ આવે છે. બાળકો જલેબી ન મળે તો માતાપિતાને ફરિયાદ કરે છે. જોકે આઈપીએસ ઓફિસરે (IPS) જલેબી ( Jalebi ) વિશે કરેલું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જે એકદમ રમૂજી છે.
તમને જણાવી દઈએ કે તમિળનાડુના આઈપીએસ અધિકારી સંદીપ મિત્તલે ( Tamilnadu IPS officer Sandeep Mittal ) ટ્વિટર પર જલેબી ( Jalebi ) ખાવા નથી મળતી તે બદલ અફસોસ શેર કર્યો છે. આ અંગે તેંણે ટ્વીટ કરતાંની સાથે જ તેમની પત્નીએે જે જવાબ આપ્યો એ ચર્ચાનો વિષય બની ગયો અને ટ્વીટ ખૂબ વાયરલ થયું.
તમિલનાડુના આઈપીએસ અધિકારી સંદીપ મિત્તલે ( Tamilnadu IPS officer Sandeep Mittal ) ટ્વીટ કર્યું હતું કે તેમને નાનપણથી જલેબી ( Jalebi ) ખાવાનો ખૂબ શોખ છે. તે સમયે તેઓ વિચારતાં હતાં કે જ્યારે તેઓ મોટા થઈને પૈસા કમાશે ત્યારે તેઓ ખૂબ જલેબી ખાશે, પરંતુ હવે પત્ની જલેબી ખાવા દેતી નથી.
આઈપીએસ અધિકારી સંદીપ મિત્તલે ( Tamilnadu IPS officer Sandeep Mittal ) પોતાના ટ્વિટમાં લખ્યું છે કે નાનપણમાં 25 પૈસાની મોટી જલેબી ( Jalebi ) મળતી હતી. ત્યારે વિચારતા હતાં કે મોટા થયાં પછી કમાશે અને તેઓ દરરોજ ત્રણ કે ચાર જલેબીઓ ખાશે. જો તમે હવે કમાણી કરવાનું શરૂ કરો છો તો તમારી પત્ની તમને જલેબી ખાવા દેતી નથી.