ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એશિયન બોડી બિલ્ડિગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા તૈયારી કરે છે આ 72 વર્ષના વૃદ્ધ, જુઓ વીડિયો - Gym In Tamilnadu

સામાન્ય રીતે જીમમાં જઈને ફીટ રહેવું યુવાનોનો શોખ હોય છે. પણ તમિલનાડુંમાંથી 72 વર્ષની એક વ્યક્તિ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં જવા આતુર છે. એનું બોડી પણ યુવાનોને શરમાવે એવું છે. ભારતમાં કોમ્પિટિશન કરીને તેમણે ટાઈટલ્સ પણ જીત્યા છે. રતિનમનું (Bodybuilder Rathinam From Tamilnadu) સપનું ભારતનું પ્રતિનિધિત્વ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરવાનું છે.

એશિયન બોડી બિલ્ડિગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા તૈયારી કરે છે આ 72 વર્ષના વૃદ્ધ, જુઓ વીડિયો
એશિયન બોડી બિલ્ડિગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા તૈયારી કરે છે આ 72 વર્ષના વૃદ્ધ, જુઓ વીડિયો

By

Published : May 31, 2022, 11:02 PM IST

ચેંગલપટ્ટુઃચેંગલપટ્ટુ જિલ્લાના મદુરંતકમના રહેવાસી 72 વર્ષીય રતિનમ (Bodybuilder From Tamilnadu) એશિયન બોડીબિલ્ડિંગ અને ફિઝિક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં (Asian bodybuilding championship 2022) ભાગ લેવા તૈયારી કરે છે. રતિનમ 72 વર્ષની ઉંમરે ફિટનસ એન્ડ ફાઈન છે. તેઓ ઈવેન્ટ સુધી કસરત ચાલું રાખવા માંગે છે. આટલી કસરત બાદ તે 72 વર્ષના હોવા છતાં એકદમ ફિટ દેખાય છે. તેઓ પોતાના વિસ્તારમાં જીમ (Gym In Tamilnadu) ચલાવે છે અને યુવાનોને પણ ફીટ રહેવા માટે પ્રેરણા આપે છે. એમના જીમમાં યુવાનો પણ કસરત કરવા માટે આવે છે.

એશિયન બોડી બિલ્ડિગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા તૈયારી કરે છે આ 72 વર્ષના વૃદ્ધ, જુઓ વીડિયો

આ પણ વાંચો:મુસેવાલાની હત્યા કેસમાં સામિલ ગેંગસ્ટરે સલમાન ખાનને મારવાની પણ સોપારી આપી હતી, કેનેડા સુધી જોડાયેલા તાર

માલદીવમાં છે સ્પર્ધા:તારીખ 22 મેના રોજ હિમાચલ પ્રદેશમાં યોજાયેલી બોડીબિલ્ડિંગ સ્પર્ધામાં ક્વોલિફાય કરનાર રતિનમને એશિયન બોડીબિલ્ડિંગ અને ફિઝિક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે સિલેક્ટ થયા હતા. રતિનમ એશિયન બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી 60 વર્ષથી ઉપરની વય શ્રેણીમાં ભાગ લેવા જઈ રહ્યા છે. માલદીવમાં તારીખ 15 થી 21 જુલાઈ દરમિયાન 54મી એશિયન બોડીબિલ્ડિંગ અને ફિઝિક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાશે. જેમાં તેઓ ભારત તરફથી ભાગ લેવાના છે.

આ પણ વાંચો:જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં 2 આતંકી ઠાર, પોલીસે અનેક હથિયાર કર્યા કબજે

કોણ છે રોલમોડલ: રતિનમે સાથે વાત કરતાં કહ્યું કે, "તમિલનાડુના ડીજીપી સિલેંદ્ર બાબુ મારા રોલ મોડલ છે. સોશિયલ મીડિયામાં શારીરિક સ્વાસ્થ્યની તંદુરસ્તી વિશે પોસ્ટ કરતા સિલેંદ્ર બાબુએ મને ખૂબ પ્રભાવિત કર્યો. જો મને સિલેન્દ્ર બાબુને મળવાની તક મળશે, તો મને ઘણું સારૂ લાગશે અને હું ભાગ્યશાળી માનીસ." રતિનમના વિદ્યાર્થીઓએ કહ્યું કે, અમારા માસ્ટર સ્પર્ધામાં ચોક્કસપણે જીતશે. તેઓ ભારત અને તમિલનાડુમાં ફીટનેસ અંગે જાગૃતિ લાવશે. તમિલનાડુ પોલીસ વિભાગના સ્ટીફન જી.આર. જોસની પણ 50 થી 60 વર્ષની વય શ્રેણીમાં સમાન સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. તમિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લાના 72 વર્ષના વ્યક્તિ માલદીવમાં યોજાનારી એશિયન બોડીબિલ્ડિંગ અને ફિઝિક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા તૈયારીઓ કરી રહ્યા છે. સાત સમંદર પાર તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે.

ABOUT THE AUTHOR

...view details