તમિલનાડુ:26 ડિસેમ્બર 2004ના રોજ, તમિલનાડુમાં સુનામીથી 8,000 લોકો માર્યા ગયા હતા. કન્યાકુમારી જિલ્લાના કુલાચલ, કોટિલપાડુ અને મનાકુડીના દરિયાકાંઠાના ગામોમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. કુલાચલ વિસ્તારમાં મૃત્યુ પામેલા 400 થી વધુ લોકોને એક જગ્યાએ દફનાવવામાં આવ્યા હતા. એ જ રીતે મનાકુડી માછીમારી ગામમાં 118 થી વધુ અને કોટિલપાડુ વિસ્તારમાં 140 થી વધુ લોકો માર્યા ગયા હતા. સોમવારે આ દુ:ખદ ઘટનાના 18 વર્ષ પૂર્ણ થવા પર સુનામી પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી (TN remembers 2004 tsunami victims) હતી.
સેન્ટ એન્થોની ચર્ચમાં સામૂહિક પ્રાર્થના સભાનું આયોજન: માણકુડીના સેન્ટ એન્થોની ચર્ચમાં સામૂહિક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુનામીમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનો સહિત મોટી સંખ્યામાં લોકોએ મૃતકોની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી અને આવી દુર્ઘટના ફરી ન બને તે માટે જણાવ્યું હતું.સુનામીમાં માર્યા ગયેલા લોકોના સંબંધીઓએ ચર્ચથી કબર સ્થળ સુધી મૌન સરઘસ કાઢ્યું અને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી. સુનામીની આફતમાં પોતાના સ્વજનો ગુમાવનારાઓમાંથી ઘણાની આંખોમાં આંસુ હતા. એ દુઃખદ દિવસને યાદ કરીને, દરિયાકાંઠાના ગામડાઓમાંથી કોઈ માછલી પકડવા ગયું ન હતું.
આ પણ વાંચો:26 જુલાઈ વિશ્વ મેન્ગ્રોવ દિવસ: સુનામી અને તોફાન સામે સૈનિક થઈને ઉભા રહે છે આ ચેરના વૃક્ષો