ચેન્નઈઃતમિલનાડુ રાજ્ય સરકારે સોમવારે બજેટ 2023-24માં મહિલાલક્ષી મોટું એલાન કરી દીધું છે. જેના કારણે મહિલાઓને આર્થિક લાભ થવાનો છે. રાજ્યમાં ઘરની લાયક મહિલા વડાઓ માટે રૂ. 1,000 માસિક સહાય યોજના આ વર્ષે 15 સપ્ટેમ્બરથી મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન દ્વારા શરૂ કરવામાં આવશે. રાજ્યના નાણા પ્રધાન પલાનીવેલ થિયાગરાજને તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે યોજનાના અમલીકરણ માટે જરૂરી મોડલ પર કામ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ Punjab Internet Shutdown : પંજાબમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવા અંગે હાઈકોર્ટમાં અરજી
શું બોલ્યા પ્રધાનઃવર્તમાન બજેટમાં આ યોજના માટે 7,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અગ્રણી દ્રવિડિયન નેતા અને દ્રવિડ મુનેત્ર (DMK)ના સ્થાપક સી.એન. અન્નાદુરાઈ (1909-1969)ની જન્મજયંતિ 15 સપ્ટેમ્બરે છે. તેમણે 1967 થી 1969 દરમિયાન રાજ્યમાં પ્રથમ બિન-કોંગ્રેસી સરકારનું નેતૃત્વ કર્યું હતું. વર્ષ 2021 માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન, ડીએમકે વડાએ પરિવારની મહિલા વડાને 1,000 રૂપિયાની આર્થિક સહાયનું વચન આપ્યું હતું.